Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




કલોસ્સીઓને પત્ર 1:7 - કોલી નવો કરાર

7 ઈજ શિક્ષણ તમે આપડા વાલા સાથી સેવક એપાફ્રાસથી શીખ્યું છે, જે આપડી હાટુ મસીહનો હાસો સેવક છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




કલોસ્સીઓને પત્ર 1:7
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ એના સાથી દાસે પગે લાગીને વિનવણી કરી કે, “ધીરજ રાખો, હું તારૂ લેણું વાળી દેય.”


એક વિશ્વાસી અને બુદ્ધિશાળી ચાકર ઈ હોય છે, જેને ઘરનો માલીક બીજા ચાકરોનું ધ્યાન રાખવા હાટુ કારભારી ઠરાવે છે અને માલીક તેઓને બરાબર વખતે ખાવાનું આપવાનું કેય છે, પછી ઈ લાંબી યાત્રાએ નીકળી જાય છે.


તઈ એના માલિકે એને કીધું કે, “શાબાશ હારા અને વિશ્વાસુ ચાકર! તું થોડીક સંપતીમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હું તને ઘણી મિલકત ઉપર અધિકારી ઠેરાવય. તું તારા માલિકનાં આનંદમાં ભાગીદાર થા.”


ઈ હાટુ મેં તિમોથીને જે પરભુમાં મારો વાલો અને વિશ્વાસુ દીકરો છે, તમારી પાહે મોકલ્યો છે, અને ઈ તમને ઈસુ મસીહમાં જીવન જીવવા હાટુ હું શું કરું છું? હું કેમ વ્યવહાર કરું છું? જેમ કે, હું દરેક જગ્યાએ દરેક મંડળીમાં શિક્ષણ આપું છું ઈ બધાય તમને યાદ દેવરાવતા રેહે.


વળી હરેક માલિકને વિશ્વાસુ થાવુ બોવ જ જરૂરી છે.


હવે કુવારીઓના વિષે મને પરભુ તરફથી કોય આજ્ઞા મળી નથી, પણ કેમ કે હું પરમેશ્વરની દયાના કારણે પરમેશ્વરનાં વિશ્વાસુ લોકોમાંથી એક છું, હું પોતાની સલાહ આપું છું જે વિશ્વાસ લાયક છે.


ખાલી તેઓ જ મસીહના સેવક નથી, હું એનાથી પણ વધીને છું, મે એનાથી ક્યાય વધારે દુખ ભોગવ્યું છે, એનાથી ક્યાય વધારે કેદી બનાવવામાં આવ્યો છું, બોવ બધીવાર કોયડાથી માર ખાધી છે, સદાય મારો જીવ મોતના જોખમમાં પડયો છે.


આપડે મસીહના પ્રત્યે શ્રધ્ધા ભગતી રાખવાના કારણે એક-બીજાને આધીન રયો.


પણ મે એપાફ્રોદિતસને તમારી પાહે ફરીથી મોકલવાનું જરૂરી હમજુ, ઈ મારો ભાઈ અને કામમા ભાગીદાર અને સંદેશો પરચાર કરતાં વખતથી મારી હારે યોદ્ધાની જેમ ઉભો રેનારો, અને તમારો સંદેશાવાહક છે જેને તમે જરૂરી વાતોમાં મારી સેવા હારે હાલવા હાટુ મોકલ્યો હતો.


એપાફ્રાસ જે તમારા શહેરમાંથી છે, અને મસીહ ઈસુનો સેવક છે તમને સલામ કેય છે. ઈ સદાય તમારી હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે, જેથી તમે ખરા ઉતરીને પુરેપુરા વિશ્વાસથી પરમેશ્વરની ઈચ્છા ઉપર ઉભા રયો.


વાલા ભાઈ અને વિશ્વાસી ચાકર, તુખિકસ જે મારી હારે પરભુની સેવા કરે છે, મારી બધીય વાતો તમને બતાવી દેહે.


મે એની હારે ઓનેસિમસને પણ મોકલ્યો છે, જે વિશ્વાસુ અને વાલા વિશ્વાસી ભાઈ અને ન્યા તમારા શહેરમાંથી જ છે, તેઓ તમને આયના બધાય હમાચાર જણાવી દેહે.


જો તુ વિશ્વાસી ભાઈઓ અને બહેનોને વારંવાર યાદ કરાવતો રેય, તો તું ઈસુ મસીહનો હારો સેવક બનય, અને તઈ તું સંદેશ અને હારા શિક્ષણથી મજબુત કરવામાં આવય, જે વચનનું તે હાસી રીતે પાલન કરયુ છે.


જે શિક્ષણ બોવ બધાય લોકોને મારા દ્વારા શીખવાડતી વખતે તે હાંભળુ છે, ઈ જ શિક્ષણ તુ બીજા વિશ્વાસી લોકોને શીખવાડ જે વિશ્વાસુ છે, જેથી તેઓ પણ બીજા લોકોને શીખવાડી હકે.


એપાફ્રાસ જે ઈસુ મસીહની સેવા કરવાના કારણે મારી હારે જેલખાનામાં છે ઈ તને સલામ કરે છે.


ઈ હાટુ એણે, બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થાવુ જરૂરી હતું કે, લોકોના પાપો હાટુ માફીના અરથે ઈ પરમેશ્વર તરફની બધીય બાબતો વિષે તેઓ દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.


ઈસુ પરમેશ્વર પ્રત્યે વિશ્વાસુ હતો જેણે એને નિમણુક કરયો હતો, જેમ મુસા પરમેશ્વરનાં ઘરમાં બધાય લોકોની સેવા કરવામાં વિશ્વાસુ હતો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ