Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




કલોસ્સીઓને પત્ર 1:6 - કોલી નવો કરાર

6 જેમ આ હારા હમાસાર આખા જગતમાં ફેલાય રયા છે, અને બોવ બધાય લોકો હારા હમાસાર ઉપર વિશ્વાસ કરી રયા છે. અને દરેક જગ્યાએ લોકોના જીવનો બદલાય રયા છે ઠીક એમ જ જેમ તમારુ જીવન બદલી ગયુ જઈ તમે પેલીવાર હારા હમાસાર હાંભળા હતા અને પુરી રીતેથી પરમેશ્વરની કૃપાથી હંમજી ગયા હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




કલોસ્સીઓને પત્ર 1:6
36 ပူးပေါင်းရင်းမြစ်များ  

બધી જાતિઓના લોકોને સાક્ષી થાવા હાટુ પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર આખા જગતમાં પરચાર કરાહે, અને તઈ જ આખા જગતને અપનાવાનો અવસર મળશે, અને અંત આવી જાહે.


ઈ હાટુ તમે જઈને બધી જાતિના લોકોને ચેલા બનાવો; અને તેઓને બાપ અને દીકરા અને પવિત્ર આત્માના નામે જળદીક્ષા આપતા જાવ.


તઈ ઈસુએ પાહે આવીને તેઓને કીધું કે, “જગતમાં દરેક જગ્યાએ જાવ અને બધાય લોકોની વસે હારા હમાસારનો પરચાર કરો.


પણ કેટલાક બી તો હારી જમીન ઉપર પડયા, એણે કોટા કાઢયા અને ઉગીને બીજા એક હારા પાકની ઉપજ થય. એમાંથી કેટલાક ત્રીહ ગણો, કેટલાક હાઠ ગણો, અને કેટલાક હો ગણો પાક પાક્યો.”


તમે મને નથી ગમાડયો, પણ મે તમને ગમાડીયા છે, અને તમને મોકલ્યા છે જેથી તમે જયને ફળો આપો, અને તમારા ફળ સદાય રેય. જેથી તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો ઈ તમને આપે.


હું એના લાભ હાટુ, પોતાની જાતનું તને સમર્પણ કરું છું, જેથી ઈ પણ હાસથી પોતે જ તને સમર્પિત થય જાય.


પણ એવી વેળા આવે છે અને અત્યારે આવી પણ ગય છે, જઈ હાસા ભજનકરનારા આત્માથી અને હાસાયથી બાપનું ભજન કરશે કેમ કે, પરમેશ્વર બાપ પોતાની હાટુ એવા ભજનકરનારાઓને ગોતે છે.


આ બધુય હાંભળીને બધાય યહુદી વિશ્વાસી સુપ થય ગયા, અને પરમેશ્વરનાં વખાણ કરીને કેવા માંડયા કે, “તઈ પરમેશ્વરે બિનયહુદી જાતિના લોકોને પણ પોતાના પાપ કરવાનું બંધ કરીને અનંતજીવન પામવાનો મોકો દીધો છે.”


પણ પરમેશ્વરનાં વચન ફેલાતા ગયા અને વિશ્વાસી લોકોની સંખ્યા વધતી ગય.


લુદીયા નામની થુઆતૈરા શહેરના બોવ મોધા લુગડા વેસનારી અને પરમેશ્વરનુ ભજન કરનારી બાય હતી, પરભુએ એનુ મન ખોલ્યું કે પાઉલની વાતો ઉપર ધ્યાન લગાડે.


કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.


હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું ઈચ્છું છું કે, તમે જાણી લ્યો કે, મે ઘણીય બધીવાર તમારી પાહે આવવાની ઈચ્છા રાખી કે, જેમ મે બિનયહુદીઓ વસે મસીહની હાટુ ચેલા બનાવ્યા, એવી જ રીતે તમારામા પણ બને, પણ હજી હુધી રોકાય ગયો.


એટલે યરુશાલેમ શહેરથી રવાના થયને ફરતા ફરતા ઠેઠ ઈલુરીકમ પરદેશ હુધી સમત્કાર, નિશાનીઓ અને પવિત્ર આત્માની સહાયથી મે મસીહ ઈસુના હારા હમાસાર પુરેપુરી રીતે પરગટ કરયા છે એની વિષે જ હું કેય.


એટલે ઈ કામ પુરું કરીને અને તેઓની હાટુ ઈ ફળ હાસીન પુગાડીને, હું તમને મળીને સ્પેન દેશ જાય.


પણ હવે પરગટ થયને સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓ દ્વારા બધાય બિનયહુદી લોકોને સંદેશા દ્વારા બતાવી દીધુ છે કે, તેઓ વિશ્વાસથી આજ્ઞા પાળનારા થય જાય.


કેમ કે આપડે પોતાની હદથી બારે પોતાની જાતને વધારવા નથી માંગતા, જેમ કે, તમારી હુધી નય પુગવાની દશામાં હોત, પણ અમે બધાયથી પેલા તમારા કરિંથી શહેરમાં મસીહના હારા હમાસાર હંભળાવવા હાટુ આવ્યા.


હવે પરમેશ્વરની હારે કામો કરનારા અમે તમને માનપૂર્વક વિનવણી કરી છયી કે, તમે જે કૃપા પરમેશ્વરથી મેળવી છે એને નકામી નો થાવા દયો.


ખાતરીથી તમે હાંભળ્યું છે પરમેશ્વરે મને હારા હમાસારનો પરચાર કરવાની જવાબદારી એની કૃપાથી દીધી છે.


જે કાય તમે ઈસુ મસીહના વિષે હાંભળ્યું છે અને જે કાય તમારા શિક્ષકોએ તમને શીખવ્યું છે, ઈ ખાતરીથી એનો હાસો સંદેશો છે.


હવે તમારે પરમેશ્વરને તમારી વિસારવાની રીતને બદલાવવા દેવી જોયી.


કેમ કે, જો કોય માણસ અજવાળામાં છે, તો તેઓનું આસરણ હારુ ન્યાયી અને હાસુ હોય છે અને એની ઉપર ભરોસો કરી હકાય છે.


અને પરમેશ્વરની મહિમા અને મોટાય હાટુ ઈ ન્યાયીપણાની રીતે આપડા જીવનનો વ્યવહાર કરો જે ઈસુ મસીહ દ્વારા થાય છે.


આ હું ઈ હાટુ નથી કેતો કે, મારે દાન જોયી છી. પણ તમારા લાભમાં ઘણાય ફળ મળે એવુ માગું છું.


અને અમે ઈ પ્રાર્થના કરી છયી કે, જેથી તમે આ રીતે જીવન જીવો જે રીતે પરભુના લોકોને જીવવું જોયી, અને તમે દરેક વાતોમાં પરભુને રાજી કરશો, અને તમે એક ધારા દરેક પરકારના હારા કામ કરશો, અને તમે સદાયને હાટુ હારા કામો કરશો અને પરમેશ્વરની વિષે વધારેને વધારે જાણતા જાહો.


પણ તમારો વિશ્વાસ એક પાયાની જેમ મજબુત અને પાકો હોવો જોયી અને આશા ક્યારેય છોડવી નો જોયી જે તમને હારા હમાસારથી મળેલી છે. ઈજ હારા હમાસાર આભની નીસેના બધાય લોકોને બતાવામાં આવ્યા છે, અને હું પાઉલ એનો પરચાર કરવા હાટુ સેવક બન્યો.


કેમ કે, આપડા પરભુ ઈસુ વિષે હારા હમાસાર તમારી પાહે નો ખાલી બોલવાથી પણ સામર્થ્યથી, અને પવિત્ર આત્માથી અને પુરા વિશ્વાસની હારે તમારી પાહે પુગી છે, અને તમે જાણો છો કે, જઈ અમે તમારી હારે હતાં તઈ અમે તમારી ભલાય હાટુ કેમ રયા.


ઈ હાટુ અમે પણ દરોજ પરમેશ્વરનો આભાર માની છયી કે, જઈ તમે પરમેશ્વરનાં હારા હમાસાર હાંભળી જે અમે તમારી વસે પરચાર કરયો, તો તમે એને માણસોને નય પણ હાસીન આ પરમેશ્વરનો સંદેશો હમજીને અપનાવ્યો, અને હવે પરમેશ્વરનો આ સંદેશો તમારામા કામ કરે છે, જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારે સદાય તમારા હાટુ પરમેશ્વરનો આભાર માનવો જોયી કેમ કે, પરમેશ્વરે જગત બનાવ્યા પેલા જ તમને ગમાડી લીધા હતા, જેથી તમે હાસાય ઉપર વિશ્વાસ કરીને પવિત્ર આત્મા દ્વારા પવિત્ર બનીને તારણ મેળવો.


મે આ નાનો પત્ર સિલાસની મદદથી લખ્યો અને તમને મોકલ્યો છે. હું એને મસીહમા એક વિશ્વાસ લાયક સાથી માનું છું મારું આ લખવાનો હેતુ તમને ઉત્સાહિત કરવા અને વિશ્વાસ કરાવવા હાટુ છે કે, જે કાય પણ તમે અનુભવી રયા છો ઈ ખરેખર તમારા હાટુ પરમેશ્વરની કૃપાનો ભાગ છે. આ કૃપામાં સ્થિર રેજો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ