Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




કલોસ્સીઓને પત્ર 1:4 - કોલી નવો કરાર

4 કેમ કે, અમે હાંભળ્યું છે કે, મસીહ ઈસુ ઉપર તમારો વિશ્વાસ છે, અને બધાય પવિત્ર લોકોને તમે પ્રેમ કરો છો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




કલોસ્સીઓને પત્ર 1:4
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

ખાલી એના આવવાથી જ નય પણ તિતસને તમારી તરફથી જે દિલાસો મળ્યો હતો એનાથી પણ, એણે તમારી ઈચ્છા, તમારા દુખ, અને મારી હાટુ તમારી દેખભાળની વિષે હમાસાર આપણને હંભળાવ્યા, જેનાથી હું બોવ રાજી થયો.


તમે બધાયે મસીહમાં જળદીક્ષા લીધી અને મસીહના જીવન પરમાણે હાલો છો. ઈ હાટુ તમે બધાય ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાના કારણે પરમેશ્વરનાં દીકરા થય ગયા છો.


મસીહમાં એક યહુદી કા બિનયહુદી, એક દાસ, કા એક આઝાદ માણસની વસ્સે કોય ભેદભાવ નથી. આમાં પણ કોય ભેદભાવ નથી કે, તમે એક માણસ છો; કે બાય છો. આપડે બધાય ઈસુ મસીહમાં એક હરખા છયી.


જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્‍નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.


આ બધાયને કારણે, જઈ મેં પરભુ ઈસુ ઉપર તમારો વિશ્વાસ અને પરમેશ્વરનાં બધાય લોકોની હાટુ તમારા પ્રેમના વિષે હાંભળીને,


અને દરેક વખતે અને દરેક પરકારે આપડે એવી જ રીતે પ્રાર્થના કરવી જોયી જેમ પવિત્ર આત્મા દોરવણી કરે છે, અને વિનવણી કરતાં રયો, અને જાગતા રયો કે, બધાય પવિત્ર વિશ્વાસી લોકોની હાટુ સદાય વિનવણી કરો,


ઈ હાટુ જે દીવસથી આ હાંભળ્યું છે, અમે પણ સદાય તમારી હાટુ આ પ્રાર્થના કરી રયા છયી, અને પરમેશ્વરને વિનવણી કરી છયી જેથી પરમેશ્વરની આત્મા તમે જ્ઞાન અને બુદ્ધિ આપે જેનાથી તમે ઈચ્છાઓને પુરી રીતે હમજી હકો.


અને જે કામ તમે વિશ્વાસના કારણે કરો છો, અને બીજાની મદદ હાટુ પ્રેમથી જે મેનત કરો છો, અને તમે પરભુ ઈસુ મસીહના પાછા આવવાની આશા રાખતા દુખ વેઠો છો. આ બધુય જઈ અમે પરમેશ્વર બાપથી પ્રાર્થના કરી છયી, તઈ પ્રાર્થનામા દરોજ યાદ કરી છયી.


પણ હમણાં જ તિમોથી તમારી પાહેથી અમારી પાહે પાછો આવીને તમારો વિશ્વાસ અને પ્રેમની સંદેશો હંભળાવી. અને આ વાત પણ કીધી કે, તમે સદાય પ્રેમથી અમને યાદ કરો છો, અને અમને જોવાની ઈચ્છા રાખો છો, જેમ અમે પણ તમને જોવાની આશા રાખી છયી.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વિષે આપડે પરમેશ્વરનો આભાર સદાય માનવો જોયી, અને એવુ કરવુ ઈ આપડી હાટુ હાસુ છે કેમ કે, ઈસુ મસીહ ઉપર તમારો વિશ્વાસ બોવ વધતો જાય છે, અને એકબીજા ઉપર તમારો પ્રેમ બોવજ વધતો જાય છે.


હું પરભુ ઈસુ મસીહમા તારો વિશ્વાસ અને પરમેશ્વરનાં બધાય પવિત્ર લોકો પાહેથી તારા પ્રેમની વિષે હાંભળુ છું


કેમ કે પરમેશ્વર તમારા કામ અને એના પોતાના નામ પ્રત્યે; તમે જે પ્રેમ બતાવ્યો છે, લોકોની જે સેવા કરી છે અને હજી કરો છો એને ભુલી જાય એવા અન્યાયી નથી.


આપડે જાણી છયી કે, આપડે મરણની તાકાતમાંથી આઝાદ થય ગયા છયી અને હવે આપડી પાહે અનંતજીવન છે કેમ કે, આપડે પોતાના ભાઈઓથી પ્રેમ રાખી, જે પ્રેમ નથી રાખતા, ઈ મરણની પથારીમાં રેય છે.


અને એની આજ્ઞા આ છે કે, આપણને એના દીકરા ઈસુ મસીહના નામ ઉપર વિશ્વાસ કરી અને જેમ એણે આપણને આજ્ઞા દીધી છે ઈ જ રીતે એક-બીજા ઉપર પ્રેમ રાખી.


આપડે હારી રીતે જાણી છયી અને આપડે વિશ્વાસ પણ કરી છયી કે, પરમેશ્વર આપડાથી પ્રેમ કરે છે. પરમેશ્વર પ્રેમ છે, અને જેઓ પ્રેમમાં બનેલા રેય છે, તેઓ પરમેશ્વરમાં અને પરમેશ્વર તેઓમાં વાસ કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ