કલોસ્સીઓને પત્ર 1:23 - કોલી નવો કરાર23 પણ તમારો વિશ્વાસ એક પાયાની જેમ મજબુત અને પાકો હોવો જોયી અને આશા ક્યારેય છોડવી નો જોયી જે તમને હારા હમાસારથી મળેલી છે. ઈજ હારા હમાસાર આભની નીસેના બધાય લોકોને બતાવામાં આવ્યા છે, અને હું પાઉલ એનો પરચાર કરવા હાટુ સેવક બન્યો. အခန်းကိုကြည့်ပါ။ |
આપડે બધાય જે મસીહ ઉપર વિશ્વાસ કરી છયી, એના દેહના અંગોની જેમ છે. જેવી રીતે એક માણસનો દેહ એના બધાય હાંધા દ્વારા એક-બીજાથી જોડાયેલા રેય છે અને જઈ દેહનો દરેક અંગ હારી રીતે કામ કરે છે, તો દેહ વધે છે અને મજબુત થાય છે, એવી જ રીતે જઈ આપડામાંથી દરેક ઈ કામને કરે છે, જે મસીહે આપણને આપ્યુ છે; તો આપડે મજબુત બનશું અને ડાયા થાહુ અને એક-બીજાને હજી વધારે પ્રેમ કરશું.
એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.
આપડા પરભુ ઈસુ મસીહના બાપ પરમેશ્વરની સ્તુતિ થાય. પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની મહાન દયાથી આપણને એક નવુ જીવન આપ્યુ છે. કેમ કે, પરમેશ્વરે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા, એણે આપણને બોવ જ આત્મવિશ્વાસની હારે જીવવાને લાયક બનાવ્યા છે; એટલે એમ કે, ઈ વસ્તુઓને મેળવવાની પુરી આશા રાખી હકી છયી, જે એણે આપણને દેવાનો વાયદો કરયો છે.
તમારી હાટુ, ઈ પવિત્ર આત્મા, જે તમે મસીહ તરફથી મેળવ્યુ છે, ઈ તમારી અંદર રેય છે. ઈ હાટુ કાય પણ તમને શીખવાડવાની જરૂર નથી. કેમ કે, પવિત્ર આત્મા (જે મસીહે તમને આપ્યુ છે), ઈ તમને બધીય વાતો શીખવાડે છે અને જે કાય ઈ તમને શીખવાડે છે ઈ પુરી રીતે હાસા છે, અને ખોટા નથી, એટલે મસીહ હારે સંગતીમાં રયો, જેમ કે, પવિત્ર આત્માએ તમને શીખવાડયુ છે.