જેવું કે કોયે લખ્યું છે કે, ઈ આપડી હારે છે જેથી આપડે જીવી, હાલી, ફરી, અને આપડે બનેલા રેયી. ઠીક એમ જ જેવું તમારા કવિઓએ પણ કીધું છે, “આપડે તો એના વંશના છયી.”
તો પણ આપડા તો એક જ પરમેશ્વર એટલે બાપ છે, જેનાથી બધુય સર્જન કરવામાં આવ્યું છે; અને આપડે એના અરથે છયી; એક જ પરભુ એટલે ઈસુ મસીહ છે, જેની આશરે બધાય છે અને આપડે પણ એની આશરે છયી.
કોય પણ પરમેશ્વરને નથી જોય હકતો, પણ જઈ એનો દીકરો એક માણસ બન્યો, તો એને પરમેશ્વરની હામે પરગટ કરવામા આવ્યો, અને પરમેશ્વરે જે પણ બનાવ્યું છે, એની બધાય ઉપર એનો ઉસો અધિકાર છે.
દીકરો જ પરમેશ્વરની મહિમાનું અજવાળું છે, અને ઈ દરેક પરકારે પરમેશ્વરની જેવો છે, ઈ પોતાના પરાક્રમી વચનો દ્વારા ઈ બધાયને જે બનાવામાં આવ્યું છે એવું બન્યું રેવામાં મદદ કરે છે અને એણે લોકોને એના પાપોથી શુદ્ધ કરયા અને એની પછી સ્વર્ગમાં મહિમાવાન પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થયો.
જઈ મે એને જોયો, તો હું તરત એના પગમા પડી ગયો અને હું એક મરેલા માણસની જેમ થય ગયો, પણ એણે મારી ઉપર પોતાનો જમણો હાથ રાખીને આ કીધુ કે, “બી મા, હું પેલો છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી અને હું જ છેલ્લો છું; જે બધીય વસ્તુઓનો અંત કરી દેય.”
પરમેશ્વર જાહેર કરે છે કે, “હું આલ્ફા છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હુ જ ઓમેગા છું, જે બધીય વસ્તુઓનાં અંતનુ કારણ બનય. હુ ઈ જ છું; જે હાજર છે, જે સદાયથી હાજર હતો, અને જે સદાય હાજર રેહે. હું ઈ જ છું; જે બધીય વસ્તુઓ ઉપર અને બધાય લોકો ઉપર રાજ્ય કરું છું.”