કલોસ્સીઓને પત્ર 1:14 - કોલી નવો કરાર14 જેના લોહી દ્વારા પરમેશ્વરે અમને છુટકારો કા પોતાના પાપો માફ કરયા છે. အခန်းကိုကြည့်ပါ။ |
ઈસુ મસીહ જેણે આપણને વિશ્વાસથી પરમેશ્વરની વિષે હાસાય બતાવી છે ઈ આપણને દયા દેખાડે અને શાંતિ દેય કેમ કે, આ પેલો છે; જેને પરમેશ્વરે મોત પછી ફરીથી જીવતો ઉઠાડયો હતો અને આ ઈ જ છે જે જગતના રાજાઓ ઉપર રાજ્ય કરે છે, ઈ ઈ જ છે જે આપણને પ્રેમ કરે છે અને જેણે આપડા પાપોના લેખને મટાડી દીધા છે, એણે એવુ કરયુ જઈ ઈ વધસ્થંભ ઉપર પોતાનુ લોહી વહેવડાવીને મરયો.
આ ઈ છે જે બાયુના સમાગમથી આઘા રયને પોતાને સોખ્ખા રાખ્યા, જેથી કુવારા છે આ ઈ જ છે કે જ્યાં ક્યાય ઘેટાનુ બસુ જાય છે ન્યા ઈ એની પાછળ જાય છે તેઓ ઈ છે જેઓ પૃથ્વી ઉપરની બધીય માણસ જાતમાથી નોખા થયા છે જેમ કે, લોકો પોતાની ઉપજમાથી પેલુ ફળ પરમેશ્વરને આપે છે ઈ જ રીતે તેઓ પણ પરમેશ્વર અને ઘેટાના બસાને પેલા અર્પણની જેમ આપ્યા છે.
અને તેઓ આ નવું ગીત ઘેટાનું બસુ એટલે કે ઈસુ મસીહની વિષે ગાવા લાગ્યા કે, “તુ આ સોપડીની મુદ્રાઓને તોડવા અને એને ખોલવાને લાયક છો કેમ કે, તને લોકોએ મારી નાખ્યો હતો અને તારા લોહીને વધસ્થંભ ઉપર વહેડાવામાં આવ્યું હતું લોકોને બસાવી લીધા જેથી ઈ પરમેશ્વરનાં સબંધી લોકો બની જાય આ લોકો બધાય કુળ, બધીય ભાષાઓ, બધીય જગ્યાઓ અને બધાય રાજ્યોના છે.