Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




કલોસ્સીઓને પત્ર 1:10 - કોલી નવો કરાર

10 અને અમે ઈ પ્રાર્થના કરી છયી કે, જેથી તમે આ રીતે જીવન જીવો જે રીતે પરભુના લોકોને જીવવું જોયી, અને તમે દરેક વાતોમાં પરભુને રાજી કરશો, અને તમે એક ધારા દરેક પરકારના હારા કામ કરશો, અને તમે સદાયને હાટુ હારા કામો કરશો અને પરમેશ્વરની વિષે વધારેને વધારે જાણતા જાહો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




કલોસ્સીઓને પત્ર 1:10
44 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમે મને નથી ગમાડયો, પણ મે તમને ગમાડીયા છે, અને તમને મોકલ્યા છે જેથી તમે જયને ફળો આપો, અને તમારા ફળ સદાય રેય. જેથી તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો ઈ તમને આપે.


મારા બાપની મહિમા આમાંથી પરગટ થાય છે કે, તમે બોવ ફળો આપે, તઈ તમે મારા ચેલાઓ કેવાહો.


અને આ અનંતકાળનું જીવન છે કે, તેઓ તને ઓળખી હકે, ખાલી હાસા પરમેશ્વર અને ઈસુ મસીહ જેને તમે મોકલ્યો છે.


હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું ઈચ્છું છું કે, તમે જાણી લ્યો કે, મે ઘણીય બધીવાર તમારી પાહે આવવાની ઈચ્છા રાખી કે, જેમ મે બિનયહુદીઓ વસે મસીહની હાટુ ચેલા બનાવ્યા, એવી જ રીતે તમારામા પણ બને, પણ હજી હુધી રોકાય ગયો.


અને ઈ સુન્‍નતીઓનો વડવો થાય, જે બેસુન્‍નતિઓના છે પણ આપડા વડવા ઈબ્રાહિમ જેવુ વિશ્વાસનું જીવન જીવે છે જે એણે સુન્‍નત વગરની પરિસ્થિતિમાં કરયુ હતું.


ઈ હાટુ જઈ આપડે જળદીક્ષા લીધી તો ઈ એવુ હતું કે, જેમ આપડે મસીહની હારે મરી ગયા અને એની હારે દાટીદેવામાં આવ્યા, જેથી જેમ મસીહ પરમેશ્વર બાપની મહિમા દ્વારા મરણમાંથી જીવતો કરવામા આવ્યો, એમ જ આપડે પણ એક નવુ જીવન જીવશુ.


પણ પરમેશ્વર જે મસીહમાં સદાય આપણને વિજયી કરે છે અને અમારે આશરે પોતાના જ્ઞાનની સુગંધ બધાયમાં ફેલાવે છે એનો મહિમા થાય.


ઈ હાટુ પરમેશ્વરે કીધું કે, “અંધારામાંથી અજવાળુ સમકે,” અને અજવાળાની જેમ પરમેશ્વરે આપડા હૃદયમાં હમજણ આપી, જેથી આપણે તેઓની મહિમાને જોય હકી જે ઈસુ મસીહના મોઢા ઉપર દેખાય છે.


ઈ હાટુ કે, આપણે જો દેહમાં હોયી કે, પરમેશ્વરની હારે હોયી, આપડે એને રાજી કરવા ઈચ્છી છયી.


પરમેશ્વર તમને તમારી જરૂરીયાતથી પણ વધારે દેવામાં સમર્થ છે, જેનાથી દરેક વાતોમાં અને દરેક વખતે, બધુય, જે તમને જરૂરી હોય, તમારી પાહે રેય. જેથી દરેક ભલા કામો હાટુ તમારી પાહે બોવ જ કાક હોય.


હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર, આપણા પરભુ ઈસુ મસીહના મહિમામય બાપ, તમને આત્મા દેય, જે તમને હમજદાર બનાવી દેહે અને પરમેશ્વરને તમારી ઉપર પરગટ કરશે, જેથી તમે એને ઓળખી હકો.


કેમ કે, આપડે પરમેશ્વરની રસના છયી, અને મસીહ ઈસુમાં ઈ હારા કામો કરવા હાટુ આપણને રસવામાં આવ્યા, જેને પરમેશ્વરે પેલાથી જ એમ ઠરાવ્યું હતું કે, આપડે ઈ પરમાણે હાલી.


હું પાઉલ પરભુનો કેદી બનેલો તમને વિનવણી કરું છું કે, પરમેશ્વરે તમને આમંત્રણ આપ્યુ તઈ તમારી હાટુ એણે નક્કી કરેલા તેડા પરમાણે તમે જીવન જીવો.


આ ન્યા હુધી સાલું રેહે જ્યાં હુધી કે, આપડે પોતાના વિશ્વાસ અને પરમેશ્વરનાં દીકરાની વિષે આપડી હમજણમાં એક નથી થાતા. તઈ આપડે ડાયા થય જાહુ, જેમ કે, મસીહ છે અને આપડે પુરી રીતેથી એની જેમ થય જાહુ.


અને ઈ ગોતવાનો પ્રયત્ન કરો કે, શું પરભુને રાજી કરે છે.


પોતાના સ્વભાવની વિષે ખાસ સાવધાન રયો. મુરખાઓની જેમ નય, પણ બુદ્ધિશાળીની જેમ જીવન જીવો.


મસીહના દાખલા પરમાણે કરતાં, બીજાની પ્રત્યે પ્રેમથી ભરેલુ જીવન જીવો, જેણે તમને પ્રેમ કરયો અને આપડા પાપોને ઉપાડવા હાટુ પોતાની જાતને બલિદાન કરીને આપી દીધી અને પરમેશ્વર એનાથી રાજી હતો કેમ કે, ઈ બલિદાન એની હાટુ સુંગધિત અત્તરની જેમ હતું.


અને પરમેશ્વરની મહિમા અને મોટાય હાટુ ઈ ન્યાયીપણાની રીતે આપડા જીવનનો વ્યવહાર કરો જે ઈસુ મસીહ દ્વારા થાય છે.


ખાલી આટલું જ કરો કે, તમારો વેવાર મસીહના હારા હમાસારની લાયક બને. જેથી ગમે તો હું આવીને તમને જોવ, કા નો પણ આવું, તમારી વિષે ઈ હાંભળુ કે, તમે એક મનથી અને એક આત્માથી હારા હમાસારના વિશ્વાસ હાટુ મેનત કરતાં રયો છો.


મારી પાહે બધીય વસ્તુઓ છે; અને ઈય ઘણુય છે. તમારુ દાન એપાફ્રોદિતસની મારફતે મને મળ્યું છે. એથી હું સમૃદ્ધ છું ઈ તો સુગંધી ધૂપ પરમેશ્વરને ગમતું માન્ય બલિદાન છે.


આ માણસ મસીહ ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધુ છે જે દેહનું માથું છે અને જે પરકારે માથું દેહની આગેવાની કરે છે, એવી જ રીતે મસીહ પણ પોતાના બધાય લોકોની આગેવાની કરે છે જેથી ઈ એક હારે રેય, જેમ દેહના હાધા અને શ્વાસ લેનારા અંગો દેહને એક હારે રાખે છે અને વધે છે જેમ પરમેશ્વર ઈચ્છે છે.


જેથી જેમ તમે મસીહ ઈસુને પરભુ તરીકે સ્વીકાર કરયો છે, એમા જ જોડાયેલો એક માણસની જેમ જીવન વિતાવો.


હે બાળકો, જે કાય પણ તમારા માં-બાપ તમને કરવાનું કેય, ઈ કરો કેમ કે, પરભુ એનાથી રાજી થાય છે.


અવિશ્વાસી હારે વાત કરવા હાટુ મળવાવાળા અવસરને હારી રીતે ઉપયોગ કરો, અને તેઓની હારે બુદ્ધિથી વહેવાર કરો.


કે, તમે પોતાના જીવનને એવી રીતે જીવો જેને પરમેશ્વર માન આપે, જે તમને પોતાના રાજ્યમા અને મહિમામાં ભાગીદાર થાવા હાટુ બોલાવે છે.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, છેલ્લી વાત આ છે કે, તમારુ જીવન જીવવાથી પરમેશ્વરને કેવી રીતે રાજી કરવા ઈ અમારીથી શીખા છો, અને એમ જ તમે જીવો છો, ઈ હાટુ અમે પરભુ ઈસુ મસીહના નામમાં તમારીથી વિનવણી કરી છયી, અને તમને હંમજાવી પણ છયી કે, તમે એમા વધતા જાવ.


લડાયમાં જાનારો સિપાય જગતના કામોમાં પડતો નથી, ઈ હાટુ કે, ઈ પોતાના અધિકારીઓને રાજી કરી હકે.


વિશ્વાસી લોકોને યાદ અપાવ કે, રાજસત્તા અને અધિકારીઓને આધીન રે અને તેઓની આજ્ઞાનું પાલન કર અને બીજાની હાટુ બધાય હારા કામ કરવા તૈયાર રે.


ખાલી એટલુ જ નય, તારે વિશ્વાસીઓને શીખવાડતું રેવું જોયી કે, પોતાના ધ્યાનને હારા કામ કરવા હાટુ સખત મેનત કરતુ રેવું, જેથી ઈ લોકોની જરૂરીયાતોને પુરી કરી હકે, અને ઈ એક હેતુથી હારું જીવન જીવી હકે.


હનોખના વિશ્વાસના લીધે પરમેશ્વરે મોતનો અનુભવ થયા પેલા એને સ્વર્ગમાં લય લીધો. ઈ હાટુ લોકો એના મરેલા દેહને નથી ગોતી હકતા. જેમ શાસ્ત્રમાં લખેલુ છે, કે હનોખ સ્વર્ગમાં લય લીધા પેલા એણે પરમેશ્વરને રાજી કરયા.


ભલાય કરવી, અને જરૂરીયાતવાળાને મદદ કરવાનું નો ભૂલો, કેમ કે આવા બલિદાનો દ્વારા પરમેશ્વર રાજી થાય છે.


ઈ તમને તેઓની ઈચ્છા પુરી કરવા હાટુ બધુય કરો અને તેઓને જે રાજી કરી હકે એવી બાબતો ઈસુ મસીહ દ્વારા આપડામાં પુરી કરો. યુગે યુગ હુધી ઈસુ મસીહની મહિમા સદાય થાતી રેય. આમીન.


જો તમે વધારેમાં વધારે આવી રીતે જીવો છો તો તમે આપડા પરભુ ઈસુ મસીહને એવી રીતે જાણી હકશો કે જેથી તમે ઉપયોગી અને ફળ આપનારા બનશો.


એની બદલે એવી રીતે જીવો કે, તમે આપડા પરભુ અને તારનાર ઈસુ મસીહની તમારા પ્રત્યે કૃપાના કામોને વધારેમાં વધારે અનુભવ કરતાં રયો, અને તમે એને વધારે હારી રીતે જાણો. હું પ્રાર્થના કરું છું કે, દરેક ઈસુ મસીહનુ સન્માન હવે અને સદાય હાટુ કરે! આમીન.


જે કાય પરમેશ્વર પાહેથી માંગી છયી, ઈ આપણને એની પાહેથી મળે છે કેમ કે, આપડે એની આજ્ઞાઓને માની છયી, અને અમે ઈ જ કરી છયી જે એને ગમે છે.


અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.


એનામાંથી થોડાક લોકો જેની મદદ તે કરી છે, તેઓએ આયની મંડળીના વિશ્વાસી લોકોને બતાવ્યું છે કે, તુ પોતાના સાથી વિશ્વાસી લોકોથી કેટલો પ્રેમ કરે છે, હવે મારે તને ઈ કેવાનુ છે કે, તુ ઈ લોકોની મદદ કરવાનું સાલું રાખ, જે તમને છોડીને બીજી જગ્યાએ જાવા માગે છે. આ જ કામ પરમેશ્વરને રાજી કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ