પછી પાઉલ અને સિલાસ દેર્બે અને લુસ્ત્રા શહેરમાં પણ ગયા, અને ન્યા તિમોથી નામનો એક ચેલો હતો, એની મા યહુદી વિશ્વાસી હતી, પણ એનો બાપ બિનયહુદી ગ્રીક દેશનો રેવાસી હતો.
આ પત્ર હું પાઉલ, જે મસીહ ઈસુનો ચાકર છું અને ગમાડેલો ચેલો થાવા હાટુ પરમેશ્વર દ્વારા ગમાડવામાં આવ્યો અને પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરવા હાટુ જુદો કરાણો છે.
આ પત્ર પાઉલ, સિલાસ અને તિમોથી તરફથી છે, આ થેસ્સાલોનિકાના શહેરની વિશ્વાસી મંડળીઓને અમે લખી રયા છયી, જે પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહથી સંબધિત છે, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમારી ઉપર કૃપા કરે, અને તમને શાંતિ આપે.
અને અમે તિમોથીને તમારી પાહે મોકલ્યો જે મસીહના હારા હમાસારમાં અમારો વિશ્વાસી ભાઈ છે, અને પરમેશ્વરનો સેવક છે. ઈ તમને મજબુત કરે, અને તમારા વિશ્વાસને વધારવામાં મદદ કરે.
હું, પાઉલ આ પત્ર લખી રયો છું, હું જેલખાનામાં છું કેમ કે, હું ઈસુ મસીહ વિષે પરચાર કરું છું, હે ફીલેમોન, અમારો ભાઈ તિમોથી અને મારી તરફથી તને સલામ. તુ અમારો વાલો મિત્ર છે, અને તુ મસીહ હાટુ એવી રીતે કામ કરે છે; જેવા કે અમે કરયા છે.