હું ઈ નથી કેતો કે, મને પેલાથી જ મળી ગયુ છે, કા હું પુરેપુરો થય ગયો છું પણ કોશિશ કરીને આગળ આવું છું; જેથી ઈ મને મળી જાય જેની હાટુ મસીહ ઈસુએ મને ગમાડયો છે.
હું પેલા નિંદા કરનારો અને વિશ્વાસી લોકોને સતાવનારો અને તેઓનું નુકશાન કરનારો હતો, તો પણ મારી ઉપર પરમેશ્વરની દયા થય કેમ કે, મે આ બધુય હંમજા વગર, અને જઈ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ નો કરતો હતો તઈ ઈ બધાય કામો કરતો હતો.