જઈ ઈસુએ જોયું કે, ઘણાય બધાય લોકો તેઓને જોવા ધોડીને ભેગા થાય છે. તઈ ઈસુએ મેલી આત્માને ધમકાવીને કીધુ કે, “હું તને આજ્ઞા આપું છું કે, મૂંગા અને બેરા કરનારી ભુંડી આત્મા એમાંથી નીકળી જા અને એમા ફરીથી કોય દિ નો ઘરતી.”
હાત દિવસ પછી જઈ ન્યાંથી અમારે જાવાનો વખત આવ્યો, તો અમે ન્યાંથી વયા ગયા, બધાય વિશ્વાસી લોકો પરિવાર હારે અમને શહેરની બારે હુધી પુગાડી દીધા, અને અમે દરીયા કાઠે ગોઠણીયા ટેકવીને પ્રાર્થના કરી.