સીરામણ ખાધા પછી ઈસુએ સિમોન પિતરને પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ હાસીન મને આ બધાય કરતાં વધારે પ્રેમ કરે છે?” પિતરે જવાબ દીધો કે, “હા પરભુ, તુ તો જાણે છે કે, હું તને પ્રેમ કરું છું” ઈસુએ એને કીધું કે, “જે મારા લોકોને હંભાળ જેમ એક ભરવાડ પોતાના ઘેટાના બસાને પાળ.”
આયા આપડે જોયી છયી કે, પરમેશ્વર દયાળુ તો છે, પણ હારોહાર કઠણ હોતન છે. જેઓ પડી ગયા તેઓની ઉપર પરમેશ્વરનો કોપ આવ્યો. જો તુ પરમેશ્વરની દયાને વળગી રેય, તો પરમેશ્વર તારી ઉપર દયા સાલું રાખશે, નકર તને હોતન કાપી નાખવામાં આયશે.