Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 9:36 - કોલી નવો કરાર

36 જોપ્પા શહેરમાં તાબીથા નામની એક વિશ્વાસી બાય હતી, (ગ્રીક ભાષામાં એનુ નામ દરકાસ એનો અરથ હરણી છે) ઈ બોવ ભલાયના કામો અને ગરીબ લોકોને મદદ કરતી હતી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 9:36
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

એમ જ જેને બે તાલંતો આપવામાં આવ્યા હતા, ઈ હોતન બીજા બે તાલંત કમાણો.


હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો, જે મારામાં રેય છે અને હું એમા રવ છું, ઈ વધારે ફળ આપે છે કેમ કે, મારાથી નોખા થયને તમે કાય નથી કરી હક્તા.


મારા બાપની મહિમા આમાંથી પરગટ થાય છે કે, તમે બોવ ફળો આપે, તઈ તમે મારા ચેલાઓ કેવાહો.


તઈ પિતરે એને પાહે બોલાવીને એની ઓળખાણ કરી કે, બીજે દિ પિતર એની હારે હતો, અને જોપ્પા શહેરના થોડાક વિશ્વાસી ભાઈઓ એની હારે ગયા.


અને કેવા મંડયો કે, “હે કર્નેલ્યસ. તારી પ્રાર્થના હાંભળી લેવામાં આવી છે. અને તારું દાન પરમેશ્વરની પાહે પુગ્યું છે.


અને તેઓને બધીય વાતો ક્યને જોપ્પા શહેરમાં પિતરને બોલાવવા હાટુ મોકલ્યો.


એણે અમને ખબર કરી કે, મે મારા ઘરમાં એક સ્વર્ગદુતને ઉભો રયેલો જોયો, જેણે મને કીધું કે, “જોપ્પા શહેરમાં માણસને મોકલીને સિમોન જે પિતર કેવાય છે, એને બરકી લે.


હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરી રયો હતો, તઈ હું બેભાન થય ગયો અને એક સંદર્શન જોયું કે, આભ ખુલી ગયુ, અને એક મોટી સાદર જેવી એક વસ્તુ નીસે ઉતરી રય છે. એને સ્યારેય છેડાથી પકડીને ધરતી ઉપર ઉતારવામાં આવી રય છે.


હવે લુદા શહેર જોપ્પા શહેરથી ઢુંકડું હતુ અને વિશ્વાસી લોકોએ આ હાંભળ્યું કે પિતર પાહેના લુદા શહેરમાં છે, તઈ તેઓએ બે ચેલાઓને વિનવણી કરવા હાટુ મોકલ્યા કે અમારી પાહે જલદી આવવા વાર લગાડતા નય.


આ વાત આખા જોપ્પા શહેરમાં ફેલાય ગય, અને ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.


કેમ કે, આપડે પરમેશ્વરની રસના છયી, અને મસીહ ઈસુમાં ઈ હારા કામો કરવા હાટુ આપણને રસવામાં આવ્યા, જેને પરમેશ્વરે પેલાથી જ એમ ઠરાવ્યું હતું કે, આપડે ઈ પરમાણે હાલી.


અને પરમેશ્વરની મહિમા અને મોટાય હાટુ ઈ ન્યાયીપણાની રીતે આપડા જીવનનો વ્યવહાર કરો જે ઈસુ મસીહ દ્વારા થાય છે.


અને અમે ઈ પ્રાર્થના કરી છયી કે, જેથી તમે આ રીતે જીવન જીવો જે રીતે પરભુના લોકોને જીવવું જોયી, અને તમે દરેક વાતોમાં પરભુને રાજી કરશો, અને તમે એક ધારા દરેક પરકારના હારા કામ કરશો, અને તમે સદાયને હાટુ હારા કામો કરશો અને પરમેશ્વરની વિષે વધારેને વધારે જાણતા જાહો.


અને આખા મકદોનિયાના સાથી વિશ્વાસી ભાઈઓ હારે એવો પ્રેમ રાખો પણ છો. પણ હે મારા વાલા, અમે તમને વિનવણી કરી છયી કે, હજી પણ વધારે એકબીજા હારે પ્રેમ રાખો.


અને બીજા લોકોએ આ વાતની ખરાય કરાવી જોયી કે, એણે સદાય હારા કામો કરયા છે, દાખલા તરીકે એણે પોતાના બાળકોનું પાલન-પોષણ હારી રીતે કરયુ, એણે યાત્રા કરનારા વિશ્વાસીઓને પોતાના ઘરે આવકાર કરયો, એણે બીજા વિશ્વાસીઓની સેવા એક દાસીની જેમ કરી, અને એણે એવા લોકોની મદદ કરી જે મુશ્કેલીઓમાંથી પસાર થાતા હતાં. એણે દરેક રીતનાં હારા કામો કરવા હાટુ પોતાને હોપી દીધી હોય.


પરભુ ઈસુ મસીહે, પોતાની જાતનુ બલિદાન આપણને બસાવા હાટુ આપી દીધુ; જેથી આપડે બધાય પાપથી સ્વતંત્ર થય જાયી અને આપડે નૈતિક રીતે શુદ્ધ થય હકી, જેથી આપડે એના બોવ ખાસ માણસો બની જાયી, જે હારા કામો કરવાને મોટી ઈચ્છા રાખતા હોય.


તારે બધીય વાતુમાં નમુનારૂપે હારા કામો કરવા જોયી, જેનો બીજા કાયમ પાલન કરી હકે. જઈ તુ વિશ્વસીઓને પરમેશ્વર વિષે શિખવશો, તઈ તારે હારા હિતથી શિખવવું જોયી અને આ રીતે જે માન લાયક હોય કે, લોકો તને માન આપે.


આ વાત હાસી છે. અને હું આ ઈચ્છું છું કે, આ વાતો ખાસ ભાર મુકીને શીખવાડ, ઈ હાટુ કે, જેઓએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો છે, તેઓ હારા કામો કરવા હાટુ પોતાનો વખત આપવા હાટુ ધ્યાન આપે, બધાય હાટુ આ શિક્ષણ હારું અને લાભકારક છે.


ઈ તમને તેઓની ઈચ્છા પુરી કરવા હાટુ બધુય કરો અને તેઓને જે રાજી કરી હકે એવી બાબતો ઈસુ મસીહ દ્વારા આપડામાં પુરી કરો. યુગે યુગ હુધી ઈસુ મસીહની મહિમા સદાય થાતી રેય. આમીન.


પરમેશ્વર આપડા બાપની પાહે શુદ્ધ અને નિર્મળ ભગતી આ છે કે, અનાથો અને રંડાયેલીની મુશ્કેલીમાં એની હારે રેય છે, અને પોતાની જાતને આ જગતના ખરાબ વેવારને આધીન નો થાવા દયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ