35 તઈ એને જોયને લુદા અને શારોન શહેરમાં રેનારા ઘણા લોકોએ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો.
અને પરભુનો સામર્થ તેઓની હારે હતો, અને બોવ બિનયહુદી લોકો એના પરસાર દ્વારા પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવા લાગ્યા.
ઈ હાટુ મારો વિસાર ઈ છે કે, બીજી જાતિમાંથી જે લોકો પરમેશ્વરની પાહે આવે છે, તેઓને આવું કયને દુખનો આપો કે, તેઓએ આપડા બધાય યહુદી નિયમ અને રીવાજનું પાલન કરવાનું છે.
બે વરહ લગી એમ જ થાતું રયું, ન્યા લગી કે આસિયા પરદેશમા રેનારા શું યહુદી, શું બિનયહુદી બધાય લોકોએ પરભુનુ વચન હાંભળી લીધું.
આ પરકારે પરભુના વચન મોટા સામર્થથી ફેલાતા અને વધતા ગયો.
તેઓ પરમેશ્વરની સ્તુતિ કરતાં હતાં અને દરોજ બોવ જાજા લોકો ઈસુ ઉપર વિશ્વાસ કરતાં હતાં અને પાછુ વિશ્વાસીઓના જૂથનો ભાગ બની રયાં હતાં.
પણ બોધ હાંભળનારા માંથી ઘણાયે ઈસુ ઉપર વિશ્વાસ કરયો અને વિશ્વાસ કરનારાની સખ્યામાં લગભગ પાચ હજાર પુરુષો હતા.
પરમેશ્વરનાં વચનો ફેલાતા ગયા અને યરુશાલેમ શહેરમાં ચેલાઓની સંખ્યા વધતી ગય, અને બોવ યહુદી યાજકોએ પણ ઈસુ મસીહમાં વિશ્વાસ અને પરચારને અપનાવો.
પિતરે એને કીધું કે, “હે એનીયસ, તને ઈસુ મસીહ હાજો કરે છે, ઉઠ, અને તારો લબાસો ઉપાડ.” તઈ ઈ તરત ઉભો થય ગયો.
આ વાત આખા જોપ્પા શહેરમાં ફેલાય ગય, અને ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.
જઈ પણ કોય માણસ પરભુ ઉપર વિશ્વાસ કરશે, તઈ આ પડદો આઘો થય જાહે.