તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.
પણ હવે ઈ કેવી રીતે જોવા લાગ્યો છે, અમને ઈ ખબર નથી, અમે ઈ પણ નથી જાણતા કે, અમારા દીકરાને કોણે જોતો કરયો છે, જે ઘણુય બોવ છે અને પોતે જવાબ દય હકે છે, તમે એને જ પુછી લો, ઈ પોતે જ કેહે.”
અને લોકો જનમથી એક લંગડા માણસને લય જાતા હતાં, જેને ઈ દરોજ મંદિરનો સુંદર નામનો દરવાજો કેવાતો હતો, ન્યાં બેહાડી દેતા હતાં કે ઈ મંદિરમાં જાનારા લોકોની પાહે ભીખ માંગે.