પણ જઈ પવિત્ર આત્મા તમારામા આયશે, તઈ તમે સામર્થ પામશો; અને યરુશાલેમ શહેર અને સમરૂન પરદેશ અને આખા યહુદીયામાં અને આખા જગતના છેડા હુધી લોકો મારી વિષે સાક્ષી થાહે.
અને મે યરુશાલેમ શહેરમાં આવુ જ કરયુ, અને મુખ્ય યાજકોથી અધિકાર પામીને બોવ જ પવિત્ર લોકોને જેલખાનામાં નાખીયા, અને જઈ મારી નાખવામાં આવ્યા હતાં તઈ પણ એને મારી નાખવામાં ભાગીદાર થાતો હતો.
જઈ ગમાડેલા ચેલાઓ જે યરુશાલેમમાં હતાં, આ હાંભળ્યું કે સમરૂન પરદેશના લોકોએ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરયો છે, તઈ એણે પિતર અને યોહાનને એની પાહે મોકલ્યા.
હુ તમને ગમાડેલા બધાય લોકોને લખું છું, જે રોમ શહેરમાં રેય છે, જેને પરમેશ્વર પ્રેમ કરે છે, એના પોતાના પવિત્ર લોકો થાવા હાટુ બોલાવામાં આવ્યા. આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ મળતી રેય.