પ્રેરિતોનાં કૃત્યો 9:31 - કોલી નવો કરાર31 આ રીતે યહુદીયા, ગાલીલ અને સમરૂન પરદેશની મંડળીઓમાં શાંતિ મળી, અને મંડળીના લોકો વિશ્વાસમાં વધારે મજબુત થાતા ગયા, અને તેઓએ પરભુની બીક રાખી અને પવિત્ર આત્માની મદદથી શાંતિ મેળવી, અને ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો. အခန်းကိုကြည့်ပါ။ |
આપડે બધાય જે મસીહ ઉપર વિશ્વાસ કરી છયી, એના દેહના અંગોની જેમ છે. જેવી રીતે એક માણસનો દેહ એના બધાય હાંધા દ્વારા એક-બીજાથી જોડાયેલા રેય છે અને જઈ દેહનો દરેક અંગ હારી રીતે કામ કરે છે, તો દેહ વધે છે અને મજબુત થાય છે, એવી જ રીતે જઈ આપડામાંથી દરેક ઈ કામને કરે છે, જે મસીહે આપણને આપ્યુ છે; તો આપડે મજબુત બનશું અને ડાયા થાહુ અને એક-બીજાને હજી વધારે પ્રેમ કરશું.