જઈ એક શહેરમાં તમને સતાવણી કરે, તઈ તમે બીજા શહેરમાં ભાગી જાવ કેમ કે, હું તમને હાસુ કહું છું કે, હું, માણસના દીકરાને આવવા પેલા, તમારામાંથી ઈઝરાયલ દેશના બધાય શહેરમાંથી પાછા ગયા પણ નય હોય.
ઈ લોકો જે પાઉલને લય જાતા હતાં, ઈ એની હારે આથેન્સ શહેર લગી ગયા, પણ પાઉલથી આ આજ્ઞા લયને પાછા વળા કે, જેટલું જલદી થય હકે, સિલાસ અને તિમોથી એની પાહે આવી જાય.