Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 9:29 - કોલી નવો કરાર

29 ગ્રીક ભાષા બોલતા યહુદીઓની હારે હોતન એણે ચર્ચા કરી પણ તેઓએ એને મારી નાખવાની કોશિશ કરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 9:29
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તેઓમાના કેટલાક વિશ્વાસી માણસો જેઓ સાયપ્રસ ટાપુ અને કુરેન ગામના રેવાસી હતા, જઈ તેઓ અંત્યોખ શહેરમાં પુગ્યા તઈ ગ્રીક ભાષા બોલનારા બિનયહુદી લોકોને હોતન પરભુ ઈસુના હારા હમાસાર હંભળાવ્યા.


ઈ હાટુ ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં યહુદી લોકો અને પરમેશ્વરની બીક રાખનારા બીજી જાતિના ભજનકરનારા લોકોને, અને સોકમાં જે લોકો એને મળતા હતાં, એની હારે કાયમ વાદ-વિવાદ કરયા કરતાં હતા.


જઈ ઈ એફેસસ શહેરમાં પુગ્યો, તો પાઉલે પ્રિસ્કીલા અને આકુલાને ન્યા મુકી દીધા, જઈ પાઉલ ન્યા હતો તઈ ઈ પોતે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં યહુદીઓ હારે વાદ-વિવાદ કરવા મંડયો.


તઈ પાઉલે યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાઓમાં જયને ત્રણ મયના બીક રાખ્યા વગર બોલતો રયો, અને પરમેશ્વરનાં રાજ્યના વિષે વાદ-વિવાદ કરતો અને હમજાવતો રયો.


અને એને જોયને કે ઈ મને કેય છે કે, “જલ્દી યરુશાલેમ શહેરમાંથી ઉતાવળે નીકળી જા, કેમ કે ઈ લોકો જે આયા છે; મારા વિષેની તારી સાક્ષી માનશે નય.”


ઈ દિવસોમાં વિશ્વાસીઓની સંખ્યા વધવા લાગી, તઈ ગ્રીક ભાષા બોલનારા યહુદી વિશ્વાસી હિબ્રૂ ભાષા બોલનારા યહુદી વિશ્વાસીની હામાં કચ કચ કરવા મંડયા કે, દરોજના ભાગલાઓમાં અમારી વિધવાઓને ટાળવામાં આવે છે.


પણ બાર્નાબાસે ગમાડેલા ચેલાઓની પાહે એને લય જયને તેઓને કીધું કે, એણે કેવી રીતે દમસ્કસ શહેરમાં જાતી વખતે રસ્તામાં પરભુ ઈસુને જોયો, અને પરભુએ એની હારે વાતુ કરી, પછી દમસ્કસ શહેરમાં એને કેવી રીતે હિંમંત કરીને ઈસુના વિષે પરસાર કરયો.


જેથી શાઉલ ગમાંડેલા ચેલાનીઓ હારે યરુશાલેમ શહેરમાં રયો અને મસીહ ઈસુના નામમાં બીક વગર પરચાર કરતો રયો.


હું વારા-ઘડીએ મુસાફરીઓમાં, નદીઓના પૂરના જોખમોમાં બારવટીયાઓના જોખમોમાં, યહુદીના જોખમોમાં, બિનયહુદીના જોખમોમાં, શહેરના જોખમોમાં, જંગલોના જોખમોમાં, દરિયાના જોખમોમાં, ખોટા વિશ્વાસી ભાઈઓના જોખમોમાં રયો.


મારા વાલાઓ, જેમ કે, હું તમને પરમેશ્વરથી જે તારણ મળવાનું છે, એના વિષે ઘણુય બધુય લખવાની ઈચ્છા રાખતો હતો, જેમાં આપડે બધાય ભાગીદાર છયી, હું મારી ફરજ હમજુ છું અને તમને પ્રોત્સાહન દેવા હાટુ લખું કે, હાસા શિક્ષણને હાસવી રાખવા હાટુ મથામણ કરો. પરમેશ્વરે પોતાના પવિત્ર લોકો હાટુ આ હાસ એક વખતે સદાયને હાટુ દીધુ છે, જે કોયદી બદલાતું નથી.


ન્યા હુંધી કે, મીખાએલે પણ જે પરમેશ્વરનાં મુખ્ય સ્વર્ગદુતોમાથી એક છે, એણેય અપમાન નથી કરયુ કેમ કે, જઈ એણે શેતાનની હારે વિવાદ કરયો અને આગમભાખીયા મુસાના દેહને લેવા હાટુ પોતાના અધિકારનો પડકાર કરયો, તઈ મીખાએલે ઈ નો વિસારુ કે, એની પાહે ખરાબ વાતો બોલીને શેતાન ઉપર આરોપ મુકવાનો અધિકાર છે. પણ એણે કીધું કે, “પરભુ તને ખીજાય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ