28 જેથી શાઉલ ગમાંડેલા ચેલાનીઓ હારે યરુશાલેમ શહેરમાં રયો અને મસીહ ઈસુના નામમાં બીક વગર પરચાર કરતો રયો.
બાયણુ હું છું, મારી દ્વારા અંદર આવનારાઓને તારણ આપશે, અને તેઓ અંદર બારે આવ જાવ કરે, અને ખાવા હાટુ નીણ મળશે.
ઈ હાટુ ઈ જરૂરી છે કે એક માણસને ચેલા તરીકે ગમાંડવામા આવે, જે પરભુ ઈસુના બધાય કામમા બધાય વખતની સાક્ષી છે.
જઈ એણે પિતર અને યોહાનની હિમંતને જોય, અને ઈ જાણયું કે અભણ અને સીધો માણસ છે, તો સોકી ગયા, પછી ઈ ઓળખી ગયા કે ઈ ઈસુની હારે રયેલો હતો.
હવે હે પરભુ, એની ધમકીઓને ધ્યાન કર અને તારા સેવકને વરદાન દેય કે તારા વચનને હિમ્મતથી હંભળાવે.
ગ્રીક ભાષા બોલતા યહુદીઓની હારે હોતન એણે ચર્ચા કરી પણ તેઓએ એને મારી નાખવાની કોશિશ કરી.
ત્રણ વરહ પછી હું ગમાડેલો ચેલો, પિતરને મળવા હાટુ યરુશાલેમ ગયો, અને એની હારે પંદર દિવસ હુધી રયો.