26 શાઉલે યરુશાલેમ શહેરમાં ઈસુને બીજા ચેલાઓની હારે ભેગા થાવાની કોશિશ કરી કે, પણ બધાય એનાથી બીતા હતાં, કેમ કે એને વિશ્વાસ નોતો થાતો કે, ઈ પણ ઈસુનો ચેલો બની ગયો છે.
પેલા દમસ્કસ શહેરના, પાછો યરુશાલેમ શહેરના અને એના પછી યહુદીયા પરદેશના બધાય જગ્યાઓમાં રેનારા લોકોમા અને બિનયહુદી લોકોમા પરચાર કરયો કે, પસ્તાવો કરો અને પાપ કરવાનું બંધ કરીને પરમેશ્વર બાજુ વળો અને એવુ જીવન જીવીને સાબિત કરો કે તમે ખરાબ કામો કરવાનું મુકી દીધુ છે.
પણ એમ થયુ કે, આપડા જૂથમાં જોડાયેલાં ખોટા ભાઈઓને લીધે મસીહ ઈસુમાં આપડી જે આઝાદી છે, એની જાસુસી કરવા હાટુ તેઓ ખાનગી રીતે અંદર આવ્યા હતા, ઈ હાટુ કે, તેઓ આપણને પાછા ગુલામીમાં લીયાવે.