પણ યહુદી લોકોના આગેવાનોએ રૂપીયાવાળા લોકોની અને પરમેશ્વરની બીક રાખીને ભજન કરનારી બાયુને અને શહેરના અધિકારી લોકોને ઉશ્કેરીને, પાઉલ અને બાર્નાબાસ ઉપર સતાવણી કરાવી અને તેઓને ઈ જગ્યાથી બારે કાઢી મુકયા.
પણ થોડાક યહુદી લોકોએ અંત્યોખ અને ઈકોનીયા શહેરથી આવીને લોકોને પોતાના બાજુ કરી લીધા, અને પાઉલની ઉપર પાણા મારયા, અને ઈ મરી ગયો; એવું હમજીને શહેરની બારે ઢહડીને લય ગયા.
પણ શાઉલ હજીય વધારે તાકાતથી પરચાર કરવા મંડયો, અને ઈસુ ઈ જ મસીહ છે એની વિષે એણે આપેલા પુરાવા એવા ખાતરી દાયક હતાં કે, દમસ્કસ શહેરમાં રેનારા યહુદી લોકોને એણે નવાય પમાડી.