22 પણ શાઉલ હજીય વધારે તાકાતથી પરચાર કરવા મંડયો, અને ઈસુ ઈ જ મસીહ છે એની વિષે એણે આપેલા પુરાવા એવા ખાતરી દાયક હતાં કે, દમસ્કસ શહેરમાં રેનારા યહુદી લોકોને એણે નવાય પમાડી.
અને પાઉલે તેઓને ખુલાશો આપીને સાબિત કરયુ કે, મસીહે દુખ સહેવું, અને મરણમાંથી પાછુ જીવતું ઉઠવું જરૂરી હતું. એણે કીધું કે, “આ ઈસુ જેના વિષે તમને કવ છું, ઈ જ મસીહ છે.”
જઈ સિલાસ અને તિમોથી મકદોનિયા પરદેસમાંથી આવ્યા, તો એણે પડાવ બનાવવાનું બંધ કરી દીધુ, અને પાઉલ વચન હંભળાવાની ધૂનમાં યહુદી લોકોની સાક્ષી દેવા મંડ્યો કે, ઈસુ જ મસીહ છે.
તઈ પરસાર હાંભળનારા લોકો સોકી ગયા અને કેવા મંડયા કે, “આ તો ઈ માણસ છે જે યરુશાલેમ શહેરમાં ઈસુ ઉપર વિશ્વાસ કરનારાને મારી નાખતો હતો, અને આયા હોતન વિશ્વાસી લોકોને બાંધીને મુખ્ય યાજકોની પાહે લય જાવા હાટુ આવો છે.”
પણ બાર્નાબાસે ગમાડેલા ચેલાઓની પાહે એને લય જયને તેઓને કીધું કે, એણે કેવી રીતે દમસ્કસ શહેરમાં જાતી વખતે રસ્તામાં પરભુ ઈસુને જોયો, અને પરભુએ એની હારે વાતુ કરી, પછી દમસ્કસ શહેરમાં એને કેવી રીતે હિંમંત કરીને ઈસુના વિષે પરસાર કરયો.