Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 9:20 - કોલી નવો કરાર

20 અને ઈ તરત દમસ્કસ શહેરની યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં પરસાર કરવા મંડો કે, ઈસુ પરમેશ્વરનો દીકરો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 9:20
32 ပူးပေါင်းရင်းမြစ်များ  

એણે પરમેશ્વરનો વિશ્વાસ રાખ્યો છે, જો ઈ એને ગમાડતો હોય, તો હમણા જ એને છોડાવે કેમ કે, એણે કીધુ હતું કે, “હું પરમેશ્વરનો દીકરો છું”


તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”


તઈ શેતાને એની પાહે આવીને કીધુ કે, “જો તુ પરમેશ્વરનો દીકરો હોય તો, હુકમ કર કે, આ પાણો રોટલી થય જાય.”


નથાનિએલે એને જવાબ આપ્યો કે, “રાબ્બી એટલે ગુરુ તુ પરમેશ્વરનો દીકરો છે; તુ ઈઝરાયલ દેશનો રાજા છે.”


યહુદીઓના આગેવાનોએ એને જવાબ દીધો કે, “અમારો પણ એક નિયમ છે, અને ઈ નિયમના પરમાણે ઈ મારી નાખવાને લાયક છે, કેમ કે એને પોતાની જાતને પરમેશ્વરનો દીકરો હોવાનો દાવો કરયો છે.”


આ હાંભળીને થોમાએ જવાબ દીધો કે, “મારા પરભુ, મારા પરમેશ્વર!”


પણ આ ઈ હાટુ લખેલુ છે કે, જેથી તમે વિશ્વાસ કરો કે, ઈસુ મસીહ જ પરમેશ્વરનો દીકરો છે અને એની ઉપર વિશ્વાસ કરીને એના નામથી તમને જીવન મળે.


પાઉલ અને બાર્નાબાસ પેર્ગા શહેરની આગળ વધીને ગલાતી પરદેશના પિસીદીયા જગ્યાની પાહે અંત્યોખ શહેરમાં પુગ્યા, અને વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને બેહી ગયા.


પરમેશ્વરે ઈસુને મરેલામાંથી પાછો જીવતો કરીને, ઈ જ વાયદો આપડા દીકરાઓની હાટુ પુરો કરયો. જેમ ગીત શાસ્ત્રમાં લખ્યું છે કે, તુ મારો દીકરો છો, આજે જ હું તારો બાપ બની ગયો છું


તઈ પાઉલ અને બાર્નાબાસે બીક વગર કીધું કે, “જરૂરી હતું કે, પરમેશ્વરનું વચન પેલા તમને હંભળાવવામાં આવ્યું હોત, પણ હવે તમે એનો નકાર કરો છો, અને આપણને અનંતકાળનું જીવન પામવા હાટુ લાયક નથી હમજતા, ઈ હાટુ હવે બિનયહુદી લોકોની પાહે આયશે.


તેઓ સાલામિસ શહેરમાં પુગીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં પરમેશ્વરનાં વચનનો પરસાર કરયો, યોહાન જે માર્ક કેવાય છે, ઈ તેઓની મદદ કરવા હાટુ તેઓની હારે હતો.


ઈકોનીયા શહેરમાં એવું થયુ કે, પાઉલ અને બર્નાબાસ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં ગયા, અને ન્યા એવી સાક્ષી આપી કે, યહુદીઓ અને બિનયહુદી લોકોમાંથી ઘણાય બધાએ વિશ્વાસ કરયો છે.


વિશ્રામવારના દિવસે તેઓ શહેરના દરવાજાની બારે નદી કાઠે આ હમજીને ગયા કે ન્યા યહુદી લોકોની પ્રાર્થના કરવાની જગ્યા હશે, અને ન્યાં બેહીને ભેગી થયેલી બાયુ હારે વાતુ કરશું.


વિશ્વાસી લોકોએ તરત રાતે પાઉલ અને સિલાસને બેરિયા શહેરમાં મોકલી દીધા, અને ઈ ન્યા પૂગીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં ગયા.


ઈ હાટુ ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં યહુદી લોકો અને પરમેશ્વરની બીક રાખનારા બીજી જાતિના ભજનકરનારા લોકોને, અને સોકમાં જે લોકો એને મળતા હતાં, એની હારે કાયમ વાદ-વિવાદ કરયા કરતાં હતા.


અને પાઉલ પોતાની રીત પરમાણે એની પાહે ગયો, અને ત્રણ આરામના દિવસ હુધી શાસ્ત્ર પરમાણે એની હારે વાદ-વિવાદ કરયો.


જઈ ઈ એફેસસ શહેરમાં પુગ્યો, તો પાઉલે પ્રિસ્કીલા અને આકુલાને ન્યા મુકી દીધા, જઈ પાઉલ ન્યા હતો તઈ ઈ પોતે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં યહુદીઓ હારે વાદ-વિવાદ કરવા મંડયો.


પાઉલ દરેક વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં વાદ-વિવાદ કરીને યહુદી અને બિનયહુદીઓને ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાનું હમજાવતો હતો.


તઈ પાઉલે યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાઓમાં જયને ત્રણ મયના બીક રાખ્યા વગર બોલતો રયો, અને પરમેશ્વરનાં રાજ્યના વિષે વાદ-વિવાદ કરતો અને હમજાવતો રયો.


એને મારગમાં હાલતા-હાલતા એક તળાવ મળુ, તઈ ખોજાએ ફિલિપને કીધું કે, “જો, આ તળાવ પણ છે, તો મને જળદીક્ષા લેવામાં શું વાંધો છે?”


ફીલીપે કીધું કે, “તુ જો પુરા મનથી વિશ્વાસ કરે છે. તો જળદીક્ષા લય હક છો.” એણે જવાબ દીધો કે, “હું વિશ્વાસ કરું છું કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો છે.”


પણ શાઉલ હજીય વધારે તાકાતથી પરચાર કરવા મંડયો, અને ઈસુ ઈ જ મસીહ છે એની વિષે એણે આપેલા પુરાવા એવા ખાતરી દાયક હતાં કે, દમસ્કસ શહેરમાં રેનારા યહુદી લોકોને એણે નવાય પમાડી.


પણ પવિત્ર આત્માની સામર્થ દ્વારા મરેલામાંથી જીવતા ઉઠવાના પરાક્રમ હારે પરમેશ્વરનો દીકરો મસીહ ઠરાવામા આવ્યો,


ઈ એવું છે જેમ કે, જઈ મસીહ વધસ્થંભ ઉપર મરયો, તો હુય મરી ગ્યો, હવે હું જીવતો નથી, પણ મસીહ મારા હ્રદયમાં જીવે છે. જેમ હું હવે જીવી રયો છું, આ કારણે, જે કાય પણ હું આયા આ પૃથ્વી ઉપર રેતા કરું છું, ઈ હું પરમેશ્વરનાં દીકરા ઉપર ભરોસો કરીને કરું છું, જેણે મને પ્રેમ કરયો અને મારી બદલે મરી ગ્યો.


થુઆતૈરા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “હું, પરમેશ્વરનો દીકરો જેની આખું આગની જ્વાળાની જેમ છે, અને જેના પગ પીતળની જેમ સમકે છે જેમ તેજ ગરમ આગમાં સમકે છે.” ઈ આ કેય છે,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ