Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 9:17 - કોલી નવો કરાર

17 તઈ અનાન્યા એના ઘરમાં ગયો, ન્યા શાઉલ રોકાણો હતો, અને એના ઉપર એનો હાથ રાખીને કીધું કે, “હે ભાઈ શાઉલ, પરભુ એટલે ઈસુ, જે મારગમાં તને દેખાણો, જ્યાંથી તુ આવતો હતો, એણે મને મોકલ્યો છે કે, તુ પાછો જોય હક, અને પવિત્ર આત્માથી ભરપૂર થા.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 9:17
36 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ પછી તેઓ બાળકોને ઈસુની પાહે લાવ્યા કે, ઈ હાટુ કે ઈ તેઓની ઉપર હાથ મૂકીને પ્રાર્થના કરે; પણ ચેલાઓ લોકોને ખીજાણા.


અને એણે આ કયને બોવજ વિનવણી કરી કે, “મારી નાની દીકરી મરવાની અણી ઉપર છે: ઈ હાટુ તુ આવીને એની ઉપર હાથ રાખ જેથી ઈ હાજી થય જાય અને એનો બસાવ થાય.”


તેઓએ ઈસુ ઉપર વિશ્વાસ નો કરયો ઈ હાટુ એણે પોતાનો હાથ થોડાક લોકો ઉપર મુકીને ઈ માંદાઓને હાજા કરયા, એની સિવાય ઈ ન્યા બીજો કોય સમત્કાર કરી નો હક્યો.


જઈ એલિસાબેતે મરિયમની સલામ હાંભળી, તઈ બાળક એના પેટમાં હલવા મંડુ, અને એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થય.


એના બાપ ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂરી થયને એવો આગમવાણી કરવા લાગ્યો કે,


પછી ઝખાર્યાએ પોતાના બાળકને કીધું કે, તુ પરાત્પર પરમેશ્વરનો આગમભાખીયો કેવાહે કેમ કે, તુ પરભુની આગળ હાલય, જેથી તુ પરભુનો મારગ તૈયાર કર.


પણ તારા આ છોકરાએ વેશ્યાઓ હારે તારા બધાય રૂપીયા વેડફી દીધા, ઈ ઘરે આવે છે, તઈ તે એની હાટુ એક વાછડો લીયાવીને એનુ જમણવાર તૈયાર કરયુ છે.


પણ, હવે આપડે આનંદ કરવો અને રાજી થાવુ જોયી કેમ કે, જે ભાઈ મરી ગયો હોય એવુ લાગતું હતું, પણ હવે ઈ પાછો જીવતો થયો હોય એવું લાગે છે; જે ખોવાય ગયો હતો, પણ હવે ઈ પાછો મળી ગયો છે.”


કેમ કે, આજે દાઉદ રાજાના શહેર બેથલેહેમમાં તમારી હાટુ એક તારનાર જનમો છે, અને ઈ મસીહ પરભુ છે.


તમે ઈ સંદેશાને જાણો છો જે પરમેશ્વરે આપણને એટલે કે, ઈઝરાયલ દેશના લોકોની પાહે મોકલ્યો, એને શાંતિ વિષે હારી વાત હંભળાવી જે લોકોને ઈસુ મસીહમા વિશ્વાસ દ્વારા મળી હકે છે. ઈ બધાયનો પરમેશ્વર છે.


તઈ તેઓએ ઉપવાસ અને પ્રાર્થના કરીને એની ઉપર હાથ રાખીને પરમેશ્વરની સેવાની હાટુ મોકલ્યા.


અને અંત્યોખના વિશ્વાસી લોકો આનંદ અને પવિત્ર આત્માથી ભરપૂર થાતા ગયા.


જઈ પાઉલે એના ઉપર હાથ રાખ્યો, તો પવિત્ર આત્મા એના ઉપર ઉતરી, અને ઈ બીજી ભાષા બોલવા અને ભવિષ્યવાણી કરવા મંડો.


તઈ ઈ બધાય પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને જે વરદાન પવિત્ર આત્માએ દીધા, એની પરમાણે અલગ અલગ ભાષામાં બોલવા મંડયા.


તેઓએ આ હાંભળીને પરમેશ્વરની મહિમા કરી, પછી એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે, યહુદી લોકોમાંથી કેટલાય હજાર વિશ્વાસી કરયા છે, અને ઈ બધાય મૂસાના નિયમને મન લગાડીને પાલન કરે છે.


તઈ મે કીધું કે, “હે પરભુ, તુ કોણ છે?” પરભુએ કીધું કે, “હું ઈસુ છું, જેને તુ હેરાન કરે છે.”


જઈ પ્રાર્થના પુરી કરી લીધી, તો ઈ જગ્યા હલી ગય જ્યાં ઈ બેઠા હતાં, અને ઈ બધાય પવિત્ર આત્મામાંથી ભરપૂર થય ગયા, અને ઈ પરમેશ્વરનાં વચનનો દ્રઢતાથી પરચાર કરવા મંડયા.


અને એને બાર ગમાડેલા ચેલાઓની હામે લીયાવ્યા, અને તેઓએ પ્રાર્થના કરીને ઈ કામ કરવા હાટુ ઠરાવા.


તઈ પિતર અને યોહાને એના ઉપર હાથ મુક્યા અને તેઓએ પવિત્ર આત્માને પામયો.


પછી તરત જ માછલીના ભીંગડાના આકારનું કાક શાઉલની આંખ ઉપરથી ખરયું અને ઈ પાછો જોવા મંડો, એણે ઉઠીને જળદીક્ષા લીધી.


ઈ હાટુ એક-બીજાને અપનાવો ન્યા હુધી કે, પરમેશ્વરની મહિમા કરવા હાટુ જેમ મસીહે તમને અપનાવ્યા છે, જેથી લોકો પરમેશ્વરની મહિમા કરશે.


પેલો માણસ પૃથ્વીથી એટલે કે ધૂળનો હતો. મસીહ, જો કે, બીજો માણસ છે, જે સ્વર્ગમાંથી આવ્યો છે.


અને છેલ્લે એણે મને હોતેન દર્શન દીધા, જેમ કે, વખત પેલા જનમેલો બાળક હોય.


જે કાય હું કરવા માગું છું, એને કરવા હાટુ હું આઝાદ છું હું ગમાડેલો ચેલો છું મે ઈસુ આપડા પરભુને જોયા છે. જે કામો પરભુએ મને કરવા હાટુ આપ્યુ હતું એનું પરિણામ તમે છો.


મંડળીના વડવાઓએ તારી ઉપર હાથ મુકીને ભવિષ્યવાણી કરતી વખતે જે વરદાન પરમેશ્વરે તને આપ્યુ હતું, એના વિષે તુ બેદરકાર રેતો નય.


કોય પણ માણસને મંડળીમાં વડવા તરીકે ગમાડવા હાટુ ઉતાવળ કરવી નય, એવુ કરીને એના પાપોમા ભાગીદારી થાવુ નય પણ પોતાની જાતને પવિત્ર બનાવી રાખ.


આ કારણથી હું તને યાદ દેવડાવું છું કે, જઈ મે તારી ઉપર હાથ રાખ્યો હતો, તઈ પરમેશ્વરે જે વરદાન તને આપ્યો હતો, એને જાગૃત કર.


તુ એને ખાલી પોતાનો સેવક નો હમજ, ઈ એક સેવક કરતાં પણ મોટો છે, હવે ઈ સાથી વિશ્વાસી છે જેને તુ પ્રેમ કરી હકે છે. હું મસીહમાં એને બોવ પ્રેમ કરું છું પણ તારે મસીહમાં એને હજી વધારેમાં વધારે પ્રેમ કરવો જોયી કેમ કે, ઈ તારો સેવક છે અને પરભુમાં એક ભાઈ પણ છે.


જળદીક્ષાના વિષે અને કોય ઉપર હાથ રાખવાની વિધિ, અને મરેલામાંથી જીવતા ઉઠવું અને અનંતકાળના ન્યાયના વિષે શિક્ષણના પાયા ફરીથી નાખી નય.


આપડા પરભુની ધીરજને એક તકની જેમ જોવો, જે ઈ તમને આવનાર ન્યાયથી બસાવવા હાટુ આપી રયો છે. આ પાઉલે પણ જે આપડો વાલો સાથી વિશ્વાસુ છે. તમને એક પત્રમાં ઈ જ્ઞાનનો ઉપયોગ કરીને લખ્યું હતું જે પરમેશ્વર એને દેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ