તઈ પરસાર હાંભળનારા લોકો સોકી ગયા અને કેવા મંડયા કે, “આ તો ઈ માણસ છે જે યરુશાલેમ શહેરમાં ઈસુ ઉપર વિશ્વાસ કરનારાને મારી નાખતો હતો, અને આયા હોતન વિશ્વાસી લોકોને બાંધીને મુખ્ય યાજકોની પાહે લય જાવા હાટુ આવો છે.”
હું કરિંથી શહેરમાં પરમેશ્વરની મંડળીને અને તમને લખી રયો છું, જેને પરમેશ્વરે પોતાના લોકોની જેમ તમને મસીહ ઈસુની હારે એક મંડળી કરીને પોતાના પવિત્ર લોકોની હાટુ બોલાવ્યો છે કેમ કે એણે બીજા બધાયને ગમાડયા છે જે આપડા પરભુ ઈસુ મસીહની દરેક જગ્યાએ સેવા કરે છે.
ઈ ખરાબ વાતોથી છેટો રેજે, જેને જુવાન લોકો કરવાની ઈચ્છા રાખે છે અને હાસા મનથી પરભુનુ ભજન કરનારાની હારે પરમેશ્વરને ગમે એવુ જીવન અને વિશ્વાસ અને પ્રેમ અને શાંતિ મેળવવાની કોશિશ કર.