Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 9:13 - કોલી નવો કરાર

13 તઈ અનાન્યા જવાબ દીધો કે, “હે પરભુ, મે ઘણાય લોકોથી આ માણસની વિષે હાંભળ્યું છે કે એણે યરુશાલેમ શહેરના તારા લોકોને કેટલા સતાવ્યા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 9:13
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

જાવ, હું તમને ઘેટાની જેવા વરુઓના ટોળામાં મોકલું છું, ઈ હાટુ એરુની જેવા હોશિયાર અને કબુતરની જેવા ભોળા થાવ.


મે માણસો અને બાયુને બાંધી બાંધીને, અને જેલખાનામાં નાખી નાખીને, પરભુના મારગ ઉપર હાલનારાને ન્યા લગી સતાવ્યા કે એને મારી હોતન નખવા.


પણ શાઉલ મંડળીને સંતાવતો હતો, અને ઘરે-ઘરે ઘરીને વિશ્વાસી માણસ અને બાયુઓને ઢહડી ઢહડીને જેલખાનામાં નાખી દેતો હતો.


ઈ વખત દરમિયાન યરુશાલેમ શહેરમાં પ્રમુખ યાજકના કેવાથી શાઉલ હજી લગી પરભુ ઈસુના ચેલાઓને મારી નાખવાની ધમકી આપતો હતો.


તઈ પરસાર હાંભળનારા લોકો સોકી ગયા અને કેવા મંડયા કે, “આ તો ઈ માણસ છે જે યરુશાલેમ શહેરમાં ઈસુ ઉપર વિશ્વાસ કરનારાને મારી નાખતો હતો, અને આયા હોતન વિશ્વાસી લોકોને બાંધીને મુખ્ય યાજકોની પાહે લય જાવા હાટુ આવો છે.”


તઈ પિતર ઈ પરદેશોમા દરેક જગ્યામાં ફરતો, લુદા શહેરમાંથી પણ વિશ્વાસી લોકોની મુલાકાત કરવા ગયો,


એણે હાથ દઈને એને ઉભી કરી, અને વિશ્વાસી લોકો અને વિધવાઓને બોલાવીને જીવતી અને જાગૃત બતાવી દીધી.


હુ તમને ગમાડેલા બધાય લોકોને લખું છું, જે રોમ શહેરમાં રેય છે, જેને પરમેશ્વર પ્રેમ કરે છે, એના પોતાના પવિત્ર લોકો થાવા હાટુ બોલાવામાં આવ્યા. આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ મળતી રેય.


કે, હું યહુદીયા પરદેશના અવિશ્વાસુઓથી બસાવી રાખવામાં આવ્યો, અને પ્રાર્થના કરજો કે, ન્યાના વિશ્વાસુ મારી આ ભેટને અપનાવે; જે હું મારી હારે યરુશાલેમ લેતો જાવ છું


ફિલોલોગસ અને જુલિયા અને નેરીઅસ અને એની બેન, અને ઓલિમ્પાસ અને એની હારેના બધાય પરમેશ્વરનાં લોકોને સલામ કેજો.


સંતોને શોભે એવી રીતે તમે પરભુની લીધે એને ધારણ કરો, અને જે કોય બાબતમાં એને તમારી મદદની જરૂર હોય એમા તમે એની મદદ કરજો; કેમ કે, ઈ પોતે મને અને ઘણાય બીજા લોકોને હોતન મદદ કરનાર થય છે.


હું કરિંથી શહેરમાં પરમેશ્વરની મંડળીને અને તમને લખી રયો છું, જેને પરમેશ્વરે પોતાના લોકોની જેમ તમને મસીહ ઈસુની હારે એક મંડળી કરીને પોતાના પવિત્ર લોકોની હાટુ બોલાવ્યો છે કેમ કે એણે બીજા બધાયને ગમાડયા છે જે આપડા પરભુ ઈસુ મસીહની દરેક જગ્યાએ સેવા કરે છે.


કેમ કે, પરમેશ્વર અવ્યવસ્થાના નથી, મેળ કરાવવા અને શાંતિનો પરમેશ્વર છે, આજ નિયમ પરમેશ્વરનાં લોકોની દરેક મંડળીઓમાં પાલન કરવામાં આવે છે.


હવે યરુશાલેમમાં પરમેશ્વરનાં લોકો હાટુ ભેગી કરવામાં આવેલી પુંજી હાટુ તમારા સવાલના વિષે જેવું મેં ગલાતિયા પરદેશની મંડળીઓને કીધું હતું, એવું જ તમે પણ કરો.


હું તમને શરમાવા હાટુ ઈ કવ છું શું કે, તમારા લોકોમાં એક પણ હમજદાર માણસ નથી, જે સાથી વિશ્વાસીઓની વશે ન્યાય કરી હકે છે?


હું, પાઉલ, પરમેશ્વરની ઈચ્છા પરમાણે ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું હું આ પત્ર એફેસસ શહેરમાં રેનારા પરમેશ્વરનાં પવિત્ર લોકો અને મસીહના વિશ્વાસુઓને લખી રયો છું


અમે પાઉલ અને તિમોથી જે મસીહ ઈસુના સેવક છયી, ફિલિપ્પીમાં રેનારા બધાય સંતો, સેવકો અને આગેવાનો ઈ બધાયને આ પત્ર લખી છયી.


બધાય પવિત્ર લોકો ખાસ કરીને જેઓ રોમી પરદેશના રોમી સમ્રાટનાં મહેલમાં જેઓ વિશ્વાસી છે, તમને સલામ કેયી છયી.


હું પાઉલ આ પત્ર મસીહમા ઈ પવિત્ર અને હાસા વિશ્વાસી ભાઈઓને લખું છું જેઓ કોલોસ્સી શહેરમાં રેય છે. આપડા પરમેશ્વર બાપ તમને કૃપા અને શાંતિ આપતો રેહે.


તમારા બધાય આગેવાનો અને પરમેશ્વરનાં બધાય લોકોને આપડી તરફથી સલામ કેજો. ઈટાલી દેશના વિશ્વાસી લોકો તમને સલામ કરે છે.


મારા વાલાઓ, જેમ કે, હું તમને પરમેશ્વરથી જે તારણ મળવાનું છે, એના વિષે ઘણુય બધુય લખવાની ઈચ્છા રાખતો હતો, જેમાં આપડે બધાય ભાગીદાર છયી, હું મારી ફરજ હમજુ છું અને તમને પ્રોત્સાહન દેવા હાટુ લખું કે, હાસા શિક્ષણને હાસવી રાખવા હાટુ મથામણ કરો. પરમેશ્વરે પોતાના પવિત્ર લોકો હાટુ આ હાસ એક વખતે સદાયને હાટુ દીધુ છે, જે કોયદી બદલાતું નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ