હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરી રયો હતો, તઈ હું બેભાન થય ગયો અને એક સંદર્શન જોયું કે, આભ ખુલી ગયુ, અને એક મોટી સાદર જેવી એક વસ્તુ નીસે ઉતરી રય છે. એને સ્યારેય છેડાથી પકડીને ધરતી ઉપર ઉતારવામાં આવી રય છે.
ન્યા પાઉલે રાતે એક દર્શન જોયું કે, મક્દોનિયા પરદેશમા રેનારો એક માણસ ઉભો રયને એને વિનવણી કરી રયો છે, “દરિયાની ઓલે પાર ઉતરીને મકદોનિયા પરદેશમા આવ, અને અમારી મદદ કર.”
પરમેશ્વર કેય છે કે, “અંતના દીવસમાં એવુ થાહે કે, હું મારી આત્મા બધાય માણસોની ઉપર રેડી દેય; અને તમારા દીકરા અને તમારી દીકરીઓ આગમવાણી કરશે, જુવાનીયાઓને દર્શન થાહે, અને તમારા ગવઢા લોકોને સપના આયશે.”
અને જે મારી જેમ ગમાડેલા ચેલાઓ હતાં તેઓને મળવા હાટુ હું યરુશાલેમ શહેર નથી ગયો. પણ તરત હું અરબસ્તાન દેશ વયો ગયો અને ન્યાંથી બીજીવાર દમસ્કસ શહેર પાછો વયો આવ્યો.