આ વાતો હાંભળીને બિનયહુદી જાતિના લોકો રાજી થયા અને પરમેશ્વરનાં વચનની મહિમા કરવા લાગ્યા, અને જેટલા અનંતકાળના જીવન હાટુ ઠરાવામાં આવ્યા હતાં, તેઓએ વિશ્વાસ કરયો.
જઈ ઈ તળાવમાંથી બારે આવ્યા, તઈ પરભુની આત્મા ફિલિપને ઉપાડીને લય ગય, અને ખોજાને પાછો જોવા મળો, તઈ ઈ પાછો પોતાના દેશમાં વયો ગયો, અને એનાથી બોવ રાજી થયો કે, પરમેશ્વરે મને બસાવી લીધો છે.