6 અને સમત્કાર ફિલિપ દેખાડતો હતો અને એને લોકો જોતા હતાં, અને જે વાતો ઈ કેતો હતો, એને ધ્યાનથી હાંભળતા હતા.
બીજા વિશ્રામવારના દિવસે શહેરમાંથી ઘણાય બધા લોકો પરમેશ્વરનાં વચન હાંભળવા ભેગા થયા.
તઈ સિમોને પોતે પણ ફિલિપના પરસાર ઉપર વિશ્વાસ કરયો અને જળદીક્ષા લયને ફિલિપની હારે રેવા મંડ્યો. જે નિશાનીઓ અને મોટા-મોટા સામર્થ્યના કામ થાતા જોયને સોકી જાતો હતો.
ઈ વિશ્વાસીઓમાંથી ફિલિપ નામે વિશ્વાસી યરુશાલેમ શહેરથી સમરૂન પરદેશમા ગયો અને એણે ન્યા મસીહનો પરચાર કરયો.
કેમ કે જઈ ફિલિપે એને હુકમ દીધો, તઈ ઘણાય લોકોમાંથી મેલી આત્મા રાડો નાખી નાખીને નીકળી ગય, અને ઈ ઘણાય લોકો જે લકવા મરેલા હાજા થય ગયા, અને લંગડા પણ હાલવા મંડા .