પણ જઈ પવિત્ર આત્મા તમારામા આયશે, તઈ તમે સામર્થ પામશો; અને યરુશાલેમ શહેર અને સમરૂન પરદેશ અને આખા યહુદીયામાં અને આખા જગતના છેડા હુધી લોકો મારી વિષે સાક્ષી થાહે.
આ વાતુ આખી મંડળીને હારી લાગી, અને એમાંથી સ્તેફન નામનો એક માણસ; જે વિશ્વાસ અને પવિત્ર આત્માથી ભરપૂર હતો, ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પારમીનાસ અને અંત્યોખ શહેરના નિકોલસને જેણે યહુદી ધરમ અપનાવી લીધો હતો, તેઓએ આ લોકોને ગમાંડ્યા.
આ ઘરમાં જે બનાવવામાં આવે છે, ઈસુ મસીહ ઈ ઘરનો પાયાની જેમ છે. ઈ ખાલી એક અને આ ઈ જ ખાલી આધાર છે, આનો અરથ છે ઈસુ મસીહ જ એક ખાલી તરીકો છે જેનાથી લોકો પરમેશ્વરને ઓળખે છે.