40 ફિલિપે જાણ્યું કે, એને અશ્દોદ શહેરમાં લાવવામાં આવ્યો છે ઈ કાઈસારિયા શહેર પુગ્યા હુધી બધાય નગરો હારા હમાસારનો પરચાર કરતો ગયો.
કાઈસારિયા શહેરમાં કર્નેલ્યસ નામનો એક માણસ રેતો હતો, જે ઈટાલીયન નામની ટુકડીના હો સિપાયનો અધિકારી હતો.
બીજે દિવસે ઈ કાઈસારિયા શહેરમાં પુગીયા, અને કર્નેલ્યસ પોતાના કુટુંબના લોકો અને પોતાના મિત્રોને ભેગા કરીને એની વાટ જોતો હતો.
અને ઈ જ વખતે ત્રણ માણસો જે કાઈસારિયા શહેરથી કર્નેલ્યસે મોકલ્યા હતાં, ઈ જેના ઘરમાં અમે રોકાણા હતાં, ન્યા આવીને ઉભા રયા.
જઈ હેરોદ રાજાએ પિતરને ગોત્યો, પણ ઈ એને મળ્યો નય. તઈ એણે સોકીદારોની પુછપરછ કરી, અને તેઓને મારી નાખવાનો હુકમ કરયો. પછી યહુદીયા પરદેશથી નીકળીને હેરોદ રાજા કાઈસારિયા શહેરમાં ગયો, અને ન્યા રયો.
અને કાઈસારિયા શહેરમાં ઉતરીને યરુશાલેમ શહેરમાં ગયો, અને મંડળીના લોકોને મળીને અંત્યોખ શહેરમાં આવ્યો.
કાઈસારિયા શહેરમાંથી પણ થોડાક ચેલાઓ આપડી હારે આવ્યા, અને અમને મનાસોન નામના સાયપ્રસ ટાપુમાં રેનારાના ઘરે લય ગયો. ઈ બધાયની પેલાના ચેલાઓમાંથી એક હતો કે, અમે ન્યા રોકાણા.
બીજા દિવસે અમે ન્યાંથી હાલીને કાઈસારિયા શહેરમાં આવ્યા, અને ફિલિપ ઈ હારા હમાસાર પરસાર કરનારા હાતમાંથી એક હતો, એની ઘરે જયને ચેલાઓ રયા.
તઈ સિપાય દળના સરદારે હો સિપાયના બેય અધિકારીઓને બરકીને કીધું કે, “બસ્સો સિપાય, સતર ઘોડાવાળા, અને બસ્સો ભાલાવાળા, રાતે નવ વાગે કાઈસારિયા શહેરમાં જાવા હાટુ તૈયાર રાખો.
તેઓએ કાઈસારિયા શહેરમાં પૂગીને રાજ્યપાલને સીઠ્ઠી દીધી, અને પાઉલને પણ એની હામો ઉભો કરયો.
ફેસ્તસ, રાજ્યપાલના રૂપમાં પોતાના વિસ્તારમાં આવ્યો, અને ત્રણ દિવસ પછી ઈ કાઈસારિયા પરદેશમા થયને યરુશાલેમ શહેરમાં ગયો.
થોડાક દિવસ પસાર થયા પછી આગ્રીપા રાજા પોતાની નાની બેન બેરનીકની હારે ફેસ્તસ રાજ્યપાલને મળવા હાટુ કાઈસારિયા શહેરમાં આવ્યો.
ફેસ્તસે જવાબ દીધો કે, “પાઉલને કાઈસારિયા પરદેશના જેલખાનામાં નાખ્યો છે, અને હું પોતે ન્યા જલ્દી જાવાનો છું”
ફેસ્તસ યરુશાલેમમાં આઠ-દસ દિવસ રયને કાઈસારિયા પરદેશમા પાછો વયો ગયો, અને બીજા દિવસે ન્યાયાસન ઉપર બેહીને પાઉલને આવવાની આજ્ઞા દીધી.
જઈ પિતરે અને યોહાને પોતાની સાક્ષી દઈને પરભુના વચનો હંભળાવ્યા અને સમરૂન પરદેશના ઘણાય ગામોમાં હારા હમાસાર હંભળાવતા યરુશાલેમ પરદેશમા પાછા વયા ગયા.
પણ વિશ્વાસી ભાઈઓને ઈ વાતની ખબર પડી તો તેઓ શાઉલને કાઈસારિયા શહેરમાં લય ગયા, અને ન્યાંથી પછી એના શહેર તાર્સસમાં મોકલી દીધો.
એટલે યરુશાલેમ શહેરથી રવાના થયને ફરતા ફરતા ઠેઠ ઈલુરીકમ પરદેશ હુધી સમત્કાર, નિશાનીઓ અને પવિત્ર આત્માની સહાયથી મે મસીહ ઈસુના હારા હમાસાર પુરેપુરી રીતે પરગટ કરયા છે એની વિષે જ હું કેય.