સ્વર્ગનું રાજ્ય ખેતરમાં છુપાવેલા ખજાના જેવું છે કે, જે એક માણસને જડયુ પણ એણે હંતાડેલું રાખ્યુ, ને એના હરખના લીધે જયને પોતાનુ બધુય વેસીને એણે ખેતર વેસાતું લીધું.
આપડા વિશ્વાસના કારણે, મસીહ આપણને આ કૃપામાં લીયાવો છે જ્યાં આપડે હવે ઉભા છયી, અને આપડે આશા અને આંનદની હારે પરમેશ્વરની મહિમામાં ભાગીદાર થાવાની આશા જોયી છયી.
કેમ કે, ખરેખર તો આપડે પરમેશ્વરનાં લોકો છયી, જે એના આત્માની દોરવણીથી ભજનકરનારા છયી અને મસીહ ઈસુ ઉપર અભિમાન કરનારા છયી અને આપડા પોતાના દેહની ઉપર ભરોસો નો રાખનારા, પણ હાસા સુન્નતી છયી.