34 તઈ ખોજાએ ફિલિપને પુછયું કે, “કુર્પા કરીને મને ઈ બતાવી દે કે, આગમભાખીયા કોના વિષે કેય છે. આપડા વિષે કે, બીજા કોયના વિષે?”
તઈ પછી લોકોને મુકીને ઈસુ ઘરમાં ગયો, એના ચેલાઓએ એની પાહે આવીને કીધુ કે, “ખેતરમાં લુણી બીના દાખલાનો અરથ અમને હંમજાવી દયો.”
તઈ પિતરે આ હાંભળીને એને કીધુ કે, “આ દાખલાનો અરથ અમને હમજાવો.”
તઈ ઈ ઉભો થયને વયો ગયો, અને મારગમાં એને એક ખોજો મળ્યો, ઈ એક મુખ્ય અધિકારી હતો જો કે, ઈથિયોપિયાની રાણીના બધાય ખજાનાની દેખભાળ કરતો હતો અને ભજન કરવા હાટુ યરુશાલેમ શહેરમાં આવ્યો હતો.
એનુ અપમાન કરવામા આવ્યું, એને કાય ન્યાય મળ્યો નય, કોય પણ એના વંશની વિષે નય બતાડી હકે કેમ કે, એના વંશ થવાની પેલા જ એને મારી નાખવામાં આયશે.”
તઈ ફિલિપે બોલવાનું સાલુ કરયુ એને શાસ્ત્રમા ઈ જ પાઠમાંથી લયને ઈ માણસ જે ઈસુના હારા હમાસાર હાંભળા, અને એણે ઈસુ ઉપર વિશ્વાસ કરયો.