પછી અંદરો અંદર એકબીજાની હારે સહમત નો થય હક્યાં, તેઓ ન્યાંથી વયા જાવા મંડયા. તઈ પાઉલે એક બીજી વાત કીધી કે, “પવિત્ર આત્માએ યશાયા આગમભાખીયાની દ્વારા તમારા બાપ-દાદાને સોખુ કીધું હતુ,
તઈ ઈ ઉભો થયને વયો ગયો, અને મારગમાં એને એક ખોજો મળ્યો, ઈ એક મુખ્ય અધિકારી હતો જો કે, ઈથિયોપિયાની રાણીના બધાય ખજાનાની દેખભાળ કરતો હતો અને ભજન કરવા હાટુ યરુશાલેમ શહેરમાં આવ્યો હતો.
મસીહના સંદેશને દરેક વખતે વિચારતા રયો, અને પુરા જ્ઞાન હારે એકબીજાને શીખવાડો, અને સેતવણી આપું, અને પોતપોતાના મનમા આભારી હ્રદય હારે પરમેશ્વર હાટુ ભજન અને આભાર સ્તુતિ અને આત્મિક ગીતો ગાવ.