27 તઈ ઈ ઉભો થયને વયો ગયો, અને મારગમાં એને એક ખોજો મળ્યો, ઈ એક મુખ્ય અધિકારી હતો જો કે, ઈથિયોપિયાની રાણીના બધાય ખજાનાની દેખભાળ કરતો હતો અને ભજન કરવા હાટુ યરુશાલેમ શહેરમાં આવ્યો હતો.
દક્ષિણની રાણી ન્યાયને દિવસે આ પેઢીના લોકોની હારે ઉઠીને, એને અપરાધી ઠરાયશે કેમ કે, ઈ સુલેમાનનું જ્ઞાન હાભળવા હારું બોવ આઘેથી આવી હતી અને જોવો આયા એક છે જે રાજા સુલેમાન કરતાય મોટો છે.
જઈ પરમેશ્વરે ઈબ્રાહિમને આમંત્રણ આપ્યુ; તઈ ઈ વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન પરમેશ્વરે આપ્યુ હતું ન્યા જાવા હાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે, ઈ નો જાણયા છતાં ઈ પોતાના વતનમાંથી નીકળી ગયો.