26 પરભુના સ્વર્ગદુતે ફિલિપને કીધું કે, “ઉઠ, તૈયાર થયને અને દક્ષિણ દિશામાં યરુશાલેમ શહેરમાંથી ગાઝા શહેર જાવાના મારગ ઉપર જા.” આ મારગ વગડામાં થયને જાય છે.
તેઓએ કીધું કે, “હો સિપાયના અધિકારી કર્નેલ્યસે અમને મોકલ્યા છે જે ન્યાયી અને પરમેશ્વરની બીક રાખનારો અને બધીય યહુદી જાતિ એને બોવ માન આપે છે, એને એક પવિત્ર સ્વર્ગદુતથી આજ્ઞા મળી છે કે, તને પોતાના ઘરે બોલાવીને પરમેશ્વરનું વચન હાંભળે.”
જઈ ઈ સ્વર્ગદુત જેણે એની હારે વાત કરી હતી ઈ વયો ગયો, તો એના બે ચાકરો જે એની પાહે સદાય હાજર રેતા હતાં, અને એક સિપાય જે પરમેશ્વરની ભગતી કરનારો અને ખાસ ચાકર હતો તેઓને બોલાવ્યા.
તો પછી સ્વર્ગદુતો કોણ છે? તેઓ તો પરમેશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને પરમેશ્વરે તેઓને તારણ પામનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે; જેમ એણે તેઓની હારે વાયદો કરાયો હતો.