15 અને એણે ન્યા જયને પ્રાર્થના કરી કે, ઈ પવિત્ર આત્માને પામે.
વળી હું તમને કવ છું કે, પૃથ્વી ઉપર તમારા માનું બે માણસ, કાય પણ વાત સબંધી એક મનના થયને માંગશે, તો મારા સ્વર્ગમાંના બાપથી તેઓને હારું કરાશે.
અને એણે એને કીધું કે, “શું તમે વિશ્વાસ કરતી વખતે પવિત્ર આત્મા પામ્યો?” તેઓએ એને કીધું કે, “અમે તો પવિત્ર આત્માની ચર્ચા પણ નથી હાંભળી.”
પિતરે તેઓને કીધું કે, “પાપ કરવાનું બધ કરો અને દરેક માણસ પોત પોતાના પાપોનો પસ્તાવો કરી ઈસુ મસીહના નામથી માફી માગીને જળદીક્ષા લેય તો પવિત્ર આત્માથી વરદાન પામશો.
આ કારણે જે બીજી ભાષા બોલે, તો ઈ પ્રાર્થના કરે કે, એણે જે કીધું એનો અરથ પોતે હંમજાવી હકે.
કેમ કે, હું જાણું છું કે, તમારી વિનવણી દ્વારા અને આત્માની મદદ દ્વારા જે તારણ મસીહ ઈસુ તરફથી આવે છે એનાથી હું મુક્ત થય જાય.