14 જઈ ગમાડેલા ચેલાઓ જે યરુશાલેમમાં હતાં, આ હાંભળ્યું કે સમરૂન પરદેશના લોકોએ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરયો છે, તઈ એણે પિતર અને યોહાનને એની પાહે મોકલ્યા.
હારી જમીન ઉપર જે બી વાવેલું આ ઈ જ છે કે, જે વચન હાંભળે છે અને હમજે છે ને એની નીસે ફળ લાગે છે, એટલે વાવેલામાંથી કોયને ત્રીહ ગણા, અને હાઠ ગણા, અને હો ગણા ફળ આપે છે.”
જઈ તેઓ યરુશાલેમ શહેરમાં પુગ્યા, તો મંડળીના લોકોએ અને ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ રાજી થયને તેઓનો આવકાર કરયો, તઈ પાઉલ અને બર્નાબાસે તેઓએ ઈ બતાવ્યું કે, પરમેશ્વરે એના દ્વારા કેવા-કેવા કામો કરયા હતા.
જઈ યાકુબ, પિતર અને યોહાન પીલોર જેવા ગણાતા હતા, જઈ મને પ્રાપ્ત થયેલી કૃપા તેઓએ જાણી, તેઓએ મારો અને બાર્નાબાસનો ગમાડેલો ચેલા તરીકે સ્વીકાર કરયો, કે જેથી અમે બિનયહુદીઓની પાહે જાયી અને તેઓ સુન્નતી લોકોની પાહે જાય.
ઈ હાટુ અમે પણ દરોજ પરમેશ્વરનો આભાર માની છયી કે, જઈ તમે પરમેશ્વરનાં હારા હમાસાર હાંભળી જે અમે તમારી વસે પરચાર કરયો, તો તમે એને માણસોને નય પણ હાસીન આ પરમેશ્વરનો સંદેશો હમજીને અપનાવ્યો, અને હવે પરમેશ્વરનો આ સંદેશો તમારામા કામ કરે છે, જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો.
અને અમે તિમોથીને તમારી પાહે મોકલ્યો જે મસીહના હારા હમાસારમાં અમારો વિશ્વાસી ભાઈ છે, અને પરમેશ્વરનો સેવક છે. ઈ તમને મજબુત કરે, અને તમારા વિશ્વાસને વધારવામાં મદદ કરે.
અને ઈ બધાય પરકારના ખરાબ કામો કરીને આ બધાય લોકોને દગો આપશે, જે સદાયને હાટુ વિનાશ થાવાના છે કેમ કે, તેઓએ ઈ હાસાય ઉપર વિશ્વાસ નથી કરયો જે એનો બસાવ કરી હકતો હતો.