13 તઈ સિમોને પોતે પણ ફિલિપના પરસાર ઉપર વિશ્વાસ કરયો અને જળદીક્ષા લયને ફિલિપની હારે રેવા મંડ્યો. જે નિશાનીઓ અને મોટા-મોટા સામર્થ્યના કામ થાતા જોયને સોકી જાતો હતો.
પાણાવાળી જમીનમાં વવાયેલું બી ઈજ છે કે, જેઓ વચન હાંભળીને તરત જ હરખથી માની લેય છે. પણ તેઓ પરમેશ્વરનાં વચનને પોતાના હૃદયમાં મુળયાનું ઊંડાણ નો હોવાના કારણે તેઓ થોડાક દિવસો હાટુ ભરોસો કરે છે, અને જઈ પરીક્ષણ આવે છે ઈ વખતે વચન ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે.
કેમ કે બાપ દીકરા ઉપર પ્રેમ રાખે છે, અને ઈ જે કાય કામ કરી રયો છે, ઈ બધુય મને દેખાડે છે. અને એના કરતાં વધારે મહાન કામો ઈ મને દેખાહે, જેથી હું શું કરી હકુ ઈ જોયને તમે પણ નવાય પામી જાહો.
અને બધાએ એને ઓળખી લીધો કે આ ઈ જ લંગડો ભિખારી છે જે મંદિરના સુંદર નામના દરવાજાની પાહે બેહીને ભીખ માંગતો હતો, અને ઈ ઘટના જે એની હારે થય હતી, એને જોયને ઈ સોકી ગયો અને એને બોવ નવાય લાગી.