11 એણે એને ઘણાય દિવસોથી નવાય પામડી દીધી હતી, ઈ હાટુ બધાય એને બોવ માનતા હતા.
એની પછી તેઓએ બધાય ટાપુના શહેરોમાં યાત્રા કરી, અને છેલ્લે ઈ પાફોસ શહેરમાં પુગ્યા. ન્યા એને વસ્સે ઈસુ નામનો એક યહુદી માણસ મળીયો, જે જાદુગર અને ખોટો આગમભાખીયો હતો.
ઈ શહેરમાં સિમોન નામનો એક માણસ હતો, જે જાદુ ટોણા કરીને સમરૂન પરદેશના લોકોને સોકાવી દેતો હતો, અને પોતાની જાતને બોવ મોટો જાદુગર કેતો હતો.
ઓ ગલાતીઓના અણહમજુ લોકો તમારી હામે વધસ્થંભે મરણ પામેલ ઈસુ મસીહને હાજરા હજુર રજુ કરવામાં આવ્યો હતો, તો પછી તમને કોણે ભરમાવ્યા?