ઈ લોકો જોતા હતાં કે, ઈ હોજી જાહે, કા તો એક પછી એક મરી જાહે, પણ જઈ ઈ ઘણાય ઘડી જોતા રેહે, અને જોહે કે, એને કાય પણ નય થયુ, તો પોતાનો વિસાર બદલીને કીધું કે, “આ કોય દેવતા છે.”
આ કારણથી, હવે આપડે બાળકોની જેવું નો થાવુ જોયી. હવે આપડે ઈ હોડીની જેમ નથી, જેને વીળો આગળ-પાછળ ધકેલે છે અને હવા આમ-તેમ ફેરવે છે. એનો અરથ આ છે કે, સતુર અને ઢોંગી લોકો હવે પોતાના ખોટા શિક્ષણથી આપણને દગો નથી આપી હકતા.
મે ઈ હિંસક પશુના એક માથા ઉપર એક ઘાવનું નિશાન જોયુ, જે એનુ મરવાનું કારણ બની હકતું હતું, પણ ઘાવ મટી ગયુ હતુ, ઈ હાટુ પૃથ્વીના બધાય લોકો સોકી ગયા અને હિંસક પશુની પાછળ હાલવા લાગ્યા.