58 અને યરુશાલેમ શહેરની બારે નીકળીને એના ઉપર પાણા મારવા મંડયા. આ વખતે જેણે સ્તેફનની હામે ગુનો લગાડયો હતો, એને પોતાના ઝભ્ભાને શાઉલ નામના એક જુવાનની પાહે કાઢીને રાખ્યો હતો.
તેઓએ ઉઠીને ઈસુને શહેરથી બારે કાઢી મુક્યો, અને તેઓને ડુંઘરા ઉપરથી નીસે પાડી નાખવા હાટુ જે ડુંગર ઉપર એનુ શહેર બાંધેલુ હતું, એની ટોસ ઉપર તેઓ ઈસુને લય ગયા.
અને મે યરુશાલેમ શહેરમાં આવુ જ કરયુ, અને મુખ્ય યાજકોથી અધિકાર પામીને બોવ જ પવિત્ર લોકોને જેલખાનામાં નાખીયા, અને જઈ મારી નાખવામાં આવ્યા હતાં તઈ પણ એને મારી નાખવામાં ભાગીદાર થાતો હતો.
ન્યાંથી એમણે ખોટી સાક્ષી હાજર કરી, અને એણે સ્તેફન ઉપર ખોટા ગુના લગાડયા, અને એણે કીધું કે આ માણસ આ પવિત્ર મંદિર અને નિયમની નિંદા કરી સદાય ભુંડુ બોલે છે.