આ ઈ જ મુસા છે; જેનો ઈઝરાયલનાં લોકોએ આ કયને નકાર કરી દીધો હતો કે, “તને કોણે અમારો અધિકારી અને ન્યાય કરવા હાટુ ઠરાવ્યો છે?” આ ઈજ છે જેને પરમેશ્વરે ઈ સ્વર્ગદુત દ્વારા, જે એના હાટુ ઝાડીમાં પરગટ થયો હતો. અધિકારી અને તારનાર થાવા હાટુ મોકલ્યો.
કેમ કે, ખરેખર તો આપડે પરમેશ્વરનાં લોકો છયી, જે એના આત્માની દોરવણીથી ભજનકરનારા છયી અને મસીહ ઈસુ ઉપર અભિમાન કરનારા છયી અને આપડા પોતાના દેહની ઉપર ભરોસો નો રાખનારા, પણ હાસા સુન્નતી છયી.