50 શું આ બધીય વસ્તુઓ મે મારા હાથે બનાવી નથી?
“હે લોકો તમે શું કરો છો? અમે તો તમારી હામે સુખ દુખ ભોગવનારા માણસો છયી, અને તમને હારા હમાસાર હંભળાવી છયી કે, તમે આ ખરાબ વસ્તુઓથી અલગ થયને જીવતા પરમેશ્વરની પાહે આવો, જેણે આભ, ધરતી, દરિયો, અને જે કાય એમાનું છે ઈ બધુય બનાવ્યું.
જેને પરમેશ્વરે પૃથ્વી અને એની બધીય વસ્તુઓને બનાવી, ઈ સ્વર્ગ અને ધરતીનો માલીક થયને, માણસોની દ્વારા બનાવેલા મંદિરોમાં નથી રેતો.