5 પણ પરમેશ્વરે એને વારસામાં કાય નો દીધુ, ન્યા લગી કે પગ મુકવાની પણ જગ્યા દીધી નય, પણ ઈ વાયદો કરયો હતો કે, “હું આ દેશ તને અને તારી પછીની પેઢીને વારસામા દય દેય,” અને ઈ વખતે એને કોય દીકરો પણ નોતો.