44 ઈ વખતે હું સાક્ષીના માંડવાને વગડામાં આપડા બાપ દાદાની પાહે હતો, આ માંડવાને એવા આકારમાં બનાવ્યો હતો, જેવું પરમેશ્વરે મુસાને કીધું હતું, “જેવો આકાર તે જોયો છે એની પરમાણે તુ બનાય.”
જે લોકો સ્વર્ગમાં જે કાય છે એવી વસ્તુઓની મૂર્તિ અને એની જેવી સેવા કરે છે, કેમ કે, જઈ મુસા માંડવા બનાવવાની તૈયારી કરવાનો હતો, તઈ પરમેશ્વરે એને કીધું કે, “જોવ જે નમુનો એને ડુંઘરા ઉપર બતાવ્યો હતો એની પરમાણે બધીય બાબતોની બનાવટ કાળજીથી કર.”