33 તઈ પરભુએ એને કીધું કે, “તારા પગમાંથી જોડા કાઢી નાખ, કેમ કે જે જગ્યા ઉપર તું ઉભો છો, ઈ પવિત્ર જમીન છે.
“હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.
અમે પોતે જ પરમેશ્વરને સ્વર્ગથી આવું કેતા હાંભળ્યો છે જઈ અમે ઈ પવિત્ર ડુંઘરા ઉપર મસીહની હારે હતાં.