મરેલાના જીવતા ઉઠવાના વિષે મૂસાની સોપડીમા લખવામાં આવ્યું છે કે, હળગતા ઝડવામાંથી મૂસાની હારે વાતો કરે છે, પરમેશ્વરે મુસાને કીધુ કે, હું ઈબ્રાહિમનો પરમેશ્વર છું, અને ઈસહાકનો અને યાકુબનો પરમેશ્વર છું, અને મરેલાઓનો પરમેશ્વર નથી, પણ જીવતાઓનો પરમેશ્વર છું.
પણ મરેલા જરૂર જીવતા થાય છે. મુસાને પણ બળતા ઝાડવામાં એની નિશાની આપી છે કે, હું ઈબ્રાહિમનો પરમેશ્વર છું, અને ઈસહાકનો અને યાકુબનો પરમેશ્વર છું, અને મરેલાઓનો પરમેશ્વર નથી, પણ જીવતાઓનો પરમેશ્વર છું.
આ ઈ જ મુસા છે; જેનો ઈઝરાયલનાં લોકોએ આ કયને નકાર કરી દીધો હતો કે, “તને કોણે અમારો અધિકારી અને ન્યાય કરવા હાટુ ઠરાવ્યો છે?” આ ઈજ છે જેને પરમેશ્વરે ઈ સ્વર્ગદુત દ્વારા, જે એના હાટુ ઝાડીમાં પરગટ થયો હતો. અધિકારી અને તારનાર થાવા હાટુ મોકલ્યો.