3 અને એને કીધું કે, “તુ તારા દેશને અને તારા કુટુંબને મુકીને ઈ દેશમાં વયો જા, જે હું તને દેખાડુ છું.”
મારા કરતાં જે બાપ કા એની માં વતી પ્રેમ કરે છે, ઈ મારી લાયક નથી, અને જે દીકરી કા દીકરાને મારાથી વધારે વાલો માંને છે, ઈ મારો ચેલો બનવાને લાયક નથી.
તેવીજ રીતે તમારામાંથી જો કોય પોતાની બધીય વસ્તુનો ત્યાગ કરી દેય, તો ઈ મારો ચેલો થય હકે છે.
તઈ ઈ ખાલદીઓના દેશમાંથી નીકળીને હારાન ગામમાં જયને રયો, અને એના બાપના મરણ પછી પરમેશ્વરે એને આ દેશમાં રેવા દીધો, જેમાં હવે આપડે રેયી છયી.
ઈ હાટુ પરભુ શાસ્ત્ર દ્વારા કેય છે કે, “જે લોકો પરમેશ્વરની જેમ નથી કરતાં એમાંથી બારે નીકળો અને જુદા રયો, અને અશુદ્ધ વસ્તુને નો અડો, તો હું તમને અપનાવય,
જઈ પરમેશ્વરે ઈબ્રાહિમને આમંત્રણ આપ્યુ; તઈ ઈ વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન પરમેશ્વરે આપ્યુ હતું ન્યા જાવા હાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે, ઈ નો જાણયા છતાં ઈ પોતાના વતનમાંથી નીકળી ગયો.