જઈ તેઓ યરુશાલેમ શહેરમાં પુગ્યા, તો મંડળીના લોકોએ અને ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ રાજી થયને તેઓનો આવકાર કરયો, તઈ પાઉલ અને બર્નાબાસે તેઓએ ઈ બતાવ્યું કે, પરમેશ્વરે એના દ્વારા કેવા-કેવા કામો કરયા હતા.
તઈ પિતરે બોવ વાદ-વિવાદ થયા પછી ઉભા થયને એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે, ઘણાય વખત પેલા, પરમેશ્વરે તમારામાંથી મને ગમાડયો કે, મારા દ્વારા બિનયહુદી લોકો હારા હમાસારના વચનો હાંભળીને વિશ્વાસ કરે.
ન્યા એણે એક મિસર દેશના માણસની દ્વારા એક ઈઝરાયલ દેશના માણસની હારે અન્યાય થતો જોયો, તો એણે એને બસાવ્યો, અને મિસર દેશના માણસને મારી નાખીને, એનો બદલો લય લીધો.
બીજા દિવસે ઈ જઈ એકબીજાની હારે બાધી રહ્યા હતાં, તો મુસા ન્યા ગયો, અને આ કયને એને ભેગા થાવાનુ હમજાવ્યું, “હે ભાઈઓ, તમે તો ભાઈઓ-ભાઈઓ છો, એકબીજાની હારે કેમ બાધો છો?”
પણ હું જે છું ઈ પરમેશ્વરની કૃપાથી છું; મારી ઉપર એની જે કૃપા છે ઈ કારણ વગર થય નથી, પણ તેઓ બધાય કરતાં મેં વધારે મેનત કરી; મેં તો નય પણ પરમેશ્વરની જે કૃપા મારી ઉપર છે ઈ દ્વારા હતી.